આ કેસમાં ૩૯ વર્ષની વ્યક્તિની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર
મુંબઈના સિનિયર સિટિઝનનો મૉર્ફ્ડ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને કથિત રીતે ૩.૭૮ લાખ રૂપિયા વસૂલ કરનાર ૩૯ વર્ષની વ્યક્તિની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે બુધવારે જાણકારી આપી હતી કે ‘મુંબઈના સિનિયર સિટિઝનને ફેબ્રુઆરીમાં એક મહિલાની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી. તેની સાથે વાત આગળ વધતાં મોબાઇલ નંબરની આપ-લે થઈ હતી અને સામેથી વૉટ્સઍપ વિડિયો કૉલ આવ્યો હતો. એફઆઇઆર મુજબ ફોન કરનારે સિનિયર સિટિઝનનો મૉર્ફ્ડ વિકૃત વિડિયો બનાવ્યો આવ્યો અને સિનિયર સિટિઝનને મોકલવામાં આવ્યો હતો. તેમણે ધમકીને વશ થઈને ૩.૭૮ લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પૈસાની માગણી વધતાં સાઉથ મુંબઈના ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.’
ADVERTISEMENT
ઇન્ડિયન પીનલ કોડ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે મુંબઈ પોલીસને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે.

