ટીમોએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો હતો
આ કાર્યક્રમ ઝોન ટૂના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસના માર્ગદર્શન હેઠળ અને નિર્ભયા અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો
૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુંબઈ પોલીસે મહિલા ફરિયાદીઓને ખોવાયેલા અને ચોરાયેલા ૨૬ લાખ રૂપિયાના ૧૩૦ મોબાઇલ ફોન પરત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ઝોન ટૂના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસના માર્ગદર્શન હેઠળ અને નિર્ભયા અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો, જ્યાં બૃહન્મુંબઈ પોલીસ કમિશનરેટના અધિકારક્ષેત્ર હેઠળ ચોરાયેલા અથવા ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના સાચા માલિકોને પાછા સોંપવામાં આવ્યા હતા. ઝોન ટૂ હેઠળનાં વિવિધ પોલીસ-સ્ટેશનોના સાઇબર અધિકારીઓ, ગુના-શોધ ટીમો અને ઝોનલ સાઇબર લૅબે વ્યાપક તપાસ હાથ ધરી હતી. ટીમોએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો હતો અને ટેક્નિકલ વિશ્લેષણ અને સાઇબર ટ્રેકિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને અથાક મહેનત કરી હતી.
