Mumbai: અચાનકથી પાઈપલાઈનમાં લીકેજ (Mumbai) થવાથી પાણીનો પુરવઠો તો ખોરવાયો છે, સાથે રસ્તાને પણ ઘણું નુકસાન થયું છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માં મંત્રાલય પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના જણાવ્યા અનુસાર આજે સવારે ચર્ચગેટના મેડમ કામા રોડ પર મંત્રાલય પાસે પાણીની મોટી પાઈપલાઈન લીક થઇ ગઈ હતી. આ ઘટના આજે સવારે લગભગ 11.30 વાગ્યે બની હોવાના અહેવાલ છે. રિપોર્ટ પ્રમાણે એ વોર્ડ કંટ્રોલ દ્વારા આ ઘટનાની માહિતી શેર કરવામાં આવી હતી. જેના સત્તાવાર અપડેટ બપોરે 12.50 વાગ્યે જારી કરવામાં આવી હતી. સિવિક અધિકારીઓએ આ લીકેજ અંગે વધુ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે 600 મીમી વ્યાસની પાણીના મુખ્ય ભાગમાં લિકેજ નોંધવામાં આવ્યું હતું. આ પાઈપલાઈનના લીકેજને કારણે રસ્તાના 40 મીટર જેટલા સ્ટ્રેચને નુકસાન થયું છે.
આ ઘટના (Mumbai) અંગે વાત કરતાં આસિસ્ટન્ટ એન્જિનિયર (વોટર વર્ક્સ) અંકિતા ધોપટેએ માહિતી આપી હતી કે હાલમાં આ લીકેજને રીપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. જલ્દી આ કામ આટોપાઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રીપેર વર્ક પૂર્ણ ક્યારે થશે પાણી પુરવઠો ફરી ક્યારે પૂર્વવત થશે તે અંગેના વધુ અપડેટ્સની રાહ પાલિકા પાસેથી જોવાઈ રહી છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે અચાનકથી પાઈપલાઈનમાં લીકેજ (Mumbai) થવાથી પાણીનો પુરવઠો તો ખોરવાયો છે, સાથે રસ્તાને પણ ઘણું નુકસાન થયું છે. જે કારણોસર મંત્રાલય અને આસપાસના વેપારી વિસ્તારો તરફ જતા મુસાફરો અને ઓફિસ જનારા કર્મચારીઓ માટે ચિંતા વધી ગઈ છે. તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યાં બેરીકેડ ગોઠવી દેવામાં આવ્યા છે અને કોઈ અકસ્માતો ન થાય તે માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે પાઈપલાઈનમાં થયેલા ભંગાણ અને ચાલી રહેલા સમારકામને ધ્યાનમાં રાખીને બેસ્ટના અધિકારીઓએ મંત્રાલય વિસ્તારની અંદર જે જે બસો દોડે છે તે બસોના રૂટ માટે ડાયવર્ઝનની જાહેરાત કરી છે. સામાન્ય રીતે બેકબે અને મંત્રાલય વચ્ચે ચાલતા રૂટ 121 અને 138 પર ચાલતી બસોને અસર પડી છે. આ રૂટની બસોએ હવે સૌ પ્રથમ રાજગુરુ ચોક, બેરિસ્ટર રજની પટેલ માર્ગ, જમનાલાલ બજાજ માર્ગ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રોડ દ્વારા ડાયવર્ટ થઈને આગળ વધવું પડશે.
બીજી બસોની વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી મંત્રાલય સુધી ચાલતી બસોના રૂટ 5,8,15,82,87,89 અને 126ને પણ અસર થઇ છે અને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. (Mumbai) આ બસો હવે મંત્રાલય ચેકપોઇન્ટ સુધી પહોંચવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ રોડથી જમણી તરફ વળાંક લેશે. જ્યાં સુધી સમારકામ પૂર્ણ ન થાય અને રસ્તાના અસરગ્રસ્ત ભાગને નિયમિત ટ્રાફિક માટે સલામત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ડાયવર્ઝન યથાવત રહી શકે છે.


