Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આરોપી સદિચ્છાને એ દિવસે ત્રણ વાર મળેલો

આરોપી સદિચ્છાને એ દિવસે ત્રણ વાર મળેલો

24 January, 2023 09:11 AM IST | Mumbai
Faizan Khan

જોકે તેણે પોલીસને સાવ ખોટું કહ્યું: એક પોલીસ અધિકારીનું કહેવું છે કે એમબીબીએસની સ્ટુડન્ટ ગુમ થવાના તથા તેની કથિત રીતે હત્યાના સંદર્ભમાં ધરપકડ કરાયેલો લાઇફગાર્ડ પ્રારંભિક તપાસમાં જુઠ્ઠું બોલ્યો હતો

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને નૌકાદળના ડાઇવર્સે શુક્રવારે બૅન્ડ-સ્ટૅન્ડ નજીક સદિચ્છાનો મૃતદેહ શોધવા સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું.  આશિષ રાજે

Crime News

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને નૌકાદળના ડાઇવર્સે શુક્રવારે બૅન્ડ-સ્ટૅન્ડ નજીક સદિચ્છાનો મૃતદેહ શોધવા સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. આશિષ રાજેમુંબઈ ઃ ૨૦૨૧ની ૨૯ નવેમ્બરે એમબીબીએસની સ્ટુડન્ટ સદિચ્છા સાનેના ગુમ થવાના તથા તેની કથિત રીતે હત્યાના સંદર્ભમાં ધરપકડ કરાયેલો લાઇફગાર્ડ મિઠ્ઠુ સિંહ બાંદરા પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૯ દ્વારા કરાયેલી પ્રારંભિક તપાસમાં જુઠ્ઠું બોલ્યો હતો એમ તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું. 
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઘટનાના દિવસે મિઠ્ઠુ સિંહ તે યુવતીને બપોરે બે અને રાતના ત્રણ વાગ્યા વચ્ચે ત્રણ વાર મળ્યો હતો. પોલીસે કહ્યું હતું કે બાંદરા બૅન્ડ-સ્ટૅન્ડથી તે ગુમ થઈ ગયા બાદ તેણે બાવીસ વર્ષની મહિલાને શોધી રહ્યો હોવાના પુરાવાઓ ઊભા કરવાની પણ કોશિશ કરી હતી. 

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘સંબંધિત વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પ્રમાણે એમબીબીએસની સ્ટુડન્ટ લગભગ બપોરે ૧૨.૪૫ વાગ્યે બાંદરા સ્ટેશન પર ઊતરીને દોઢ વાગ્યે બૅન્ડ-સ્ટૅન્ડ પહોંચી હતી. ફુટેજમાં તેને અભિનેતા શાહરુખ ખાનના રહેઠાણની સામેથી પથ્થરો પર ઊતરતી જોવાઈ હતી. ત્યાર બાદ લગભગ સાંજે ચાર વાગ્યે તે તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલ તરફથી આવતી જોવાઈ હતી.’  ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી સ્પષ્ટ થાય છે કે તે આખો દિવસ બૅન્ડ-સ્ટૅન્ડ પર જ હતી. આ સમયગાળામાં તે આરોપીને તેની હોટેલ મીથ્સ કિચનમાં બે વખત મળી હતી. છેલ્લે તે રાતના સાડાદસ વાગ્યે જોવા મળી હતી, જ્યારે તેણે હોટેલમાં ચાઇનીઝ ફૂડ ખાધું હતું. બન્નેએ એકબીજા સાથે ફોન-નંબરની આપ-લે કરી હોય એમ જણાતું હતું.’ 
ત્યાર બાદ એમબીબીએસની સ્ટુડન્ટ મીથ્સ કિચનથી ૧૦૦ મીટર દૂર પથ્થરો પર બેસેલી જોવા મળી હતી. અધિકારીએ જણાવ્યા અનુસાર તે રાતના ત્રણ વાગ્યા સુધી ત્યાં જ હતી. આરોપી રાતના એક વાગ્યે તેને મળવા ગયો હતો અને ૨.૨૪ વાગ્યા સુધી તેની સાથે વાતચીત કરી હતી, જ્યારે તેણે તેની સાથે ફોટો લીધો હતો. 


આ પણ વાંચો: હું તેને મારા હાથમાં ઊંચકીને

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ‘પોલીસને શંકા છે કે તે દારૂના નશામાં હતો અને તેણે યુવતીનો ગેરલાભ ઉઠાવવાની કોશિશ કરી હતી, પરંતુ યુવતીએ વિરોધ કર્યો હતો. રાતના ૨.૨૫થી ચાર વાગ્યા વચ્ચે શું થયું એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. આરોપીએ તેને મારીને તેનો મૃતદેહ ફેંકી દેવાની કબૂલાત કરી છે, પરંતુ તેને શા માટે અને કેવી રીતે મારી એ જણાવ્યું નથી. અમને તેના પર જાતીય હુમલો કરાયો હોવાની શંકા છે.’ 


ક્રાઇમ બ્રાન્ચે એ પણ શોધી કાઢ્યું હતું કે ધરપકડ કરાયેલા બીજા આરોપી અને તેના મિત્ર અબ્દુલ જબ્બાર અન્સારીની મદદથી મૃતદેહ ફેંકી દીધા બાદ તેણે એવા પુરાવાઓ ઊભા કરવાની કોશિશ કરી હતી કે તેણે મહિલાને ત્રણ વાગ્યા પછી જોઈ જ નથી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યા મુજબ આરોપીએ કહ્યું હતું કે મહિલાએ તેની મિત્ર આવી રહી હોવાનું જણાવીને અમને જતા રહેવા કહ્યું હતું, જ્યારે તેણે મહિલાને ત્યાં ન જોઈ તો તેણે તેના નંબર પર ૧૦-૧૫ ફોન કર્યા હતા તેમ જ સોશ્યલ મીડિયા પર સંપર્ક કરવાની પણ કોશિશ કરી હતી. 
અગાઉ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું હતું કે આરોપી યુવતીને ઘટનાના એક મહિના પહેલાં એટલે કે ઑક્ટોબર ૨૦૨૧માં બે વખત બૅન્ડ-સ્ટૅન્ડ પર મળ્યો હતો તેમ જ તેમની વચ્ચે લાંબી ચર્ચા પણ થઈ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2023 09:11 AM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK