° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


ભાઇંદરમાં સુધરાઈએ કરેલા દાવાઓ પર પાણી ફરી વળ્યું

10 June, 2021 08:10 AM IST | Mumbai | Priti Khuman Thakur

ચોમાસાના પહેલા જ દિવસે રસ્તા પર અને સોસાયટીઓમાં ભરાયાં પાણી : અનેક બિલ્ડિંગોમાં બે ફૂટ સુધી પાણી ઘૂસ્યાં હતાં તેમ જ ગ્રાઉન્ડ ફ્લોર અડધો પાણીમાં હતો

ગઈ કાલે થોડા વરસાદમાં બેકરી ગલીમાં ભરાઈ ગયેલાં પાણી.

ગઈ કાલે થોડા વરસાદમાં બેકરી ગલીમાં ભરાઈ ગયેલાં પાણી.

ભાઈંદર (વેસ્ટ)માં ભાઈંદર પોલીસ સ્ટેશન પાસે સિદ્ધિ​વિનાયક માર્ગ પર બેકરી ગલીના નામે જાણીતા રસ્તા પર અને અહીં આવેલી અનેક સોસાયટીઓમાં ગઈ કાલે થોડો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ભરાઈ ગયાં હતાં. સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યાં હોવાથી લોકોએ નારાજગી દાખવી હતી. એની સાથે જ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરના પાણી ભરાશે નહીં એવા દાવા પર પ્રશ્ન ઊભો થયો છે.

મીરા-ભાઈંદરમાં નાળાસફાઈનું ૯૦ ટકા કામ થયું હોવાનો દાવો સુધરાઈના કમિશનર દિલીપ ઢોલે દ્વારા કરવામાં આવ્યો હતો. અનેક મોટાં નાળાંની સફાઈ થઈ હોવાનું પણ કહેવાયું હતું. જોકે ગઈ કાલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં. બેકરી ગલીમાં આવેલા સિદ્ધિ​વિનાયક અપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ ભાટિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારના વરસાદ હતો, પરંતુ એનું પ્રમાણ ઓછું હતું. એટલો વરસાદ પડવા છતાં અહીંની અનેક સોસાયટીઓમાં બે ફૂટ સુધી પાણી ઘૂસ્યાં હતાં તેમ જ ગ્રાઉન્ડ ફ્લોર તો અડધો પાણીમાં હતો. ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા લોકોને એટલો અંદાજ નહોતો કે ચોમાસાના પહેલા જ દિવસે આટલું પાણી ભરાઈ જશે. પહેલા દિવસે આવી હાલત થઈ તો આગળ શું થશે એ ચિંતા લોકોના મનમાં ઘૂસી ગઈ છે. સુધરાઈએ દાવા કરવા પહેલાં વરસાદ આવે એની રાહ જોવી જોઈએ.’

10 June, 2021 08:10 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbai: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી મુંબઇ આવનારા પ્રવાસીઓને મળી ક્વૉરન્ટાઇનમાં છૂટ

ઍર ઇન્ડિયા એક્સપ્રેસના એક ટ્વીટના માધ્યમે આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટ પ્રમાણે આ પ્રવાસીઓને પોતાનું વૅક્સિન સર્ટિફિકેટ અને એક સેલ્ફ ડિક્લેરેશન ફૉર્મ બન્ને સાથે રાખવાના રહેશે અને માગવા પર બતાવવાના રહેશે.

15 June, 2021 12:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રાષ્ટ્રીય નીતિમાં ડોર-ટુ-ડોર કોરોના રસીકરણ કાર્યક્રમ સમાવિષ્ટ નથી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોવિડ સેન્ટરને ઑક્સિજન પૂરો પાડતાં ટૅન્કરની બૅટરી ચોરાઈ ગઈ

પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

15 June, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK