મુંબઈ મેટ્રો (Mumbai Metro) લાઈન્સ 2A અને 7 શરૂ થયાના બે મહિનામાં જ દરરોજ લગભગ 1.4 લાખની રાઈડર્સશિપમાં વધારો જોવા મળી રહી છે
ફાઇલ તસવીર
મુંબઈ મેટ્રો (Mumbai Metro) લાઈન્સ 2A અને 7 શરૂ થયાના બે મહિનામાં જ દરરોજ લગભગ 1.4 લાખની રાઈડર્સશિપમાં વધારો જોવા મળી રહી છે. પેસેન્જર ટ્રેન્ડ દર્શાવે છે કે અંધેરી વેસ્ટ (ડીએન નગર) અને ગુંદાવલીમાં સૌથી વધુ મુસાફરો છે. દરમિયાન, કાંદિવલી-અંધેરી (પશ્ચિમ) વિભાગ મુંબઈ મેટ્રોનો સૌથી લોકપ્રિય માર્ગ છે.
છેલ્લા 53 દિવસમાં 1,06,470 મુસાફરોએ કાંદિવલીથી અંધેરી (પશ્ચિમ) સુધી મુસાફરી કરી હતી અને 99,140 મુસાફરોએ કાંદિવલી પશ્ચિમ (Kandivli West), દહાણુકરવાડી થઈને પરત ફર્યા હતા. તેથી, દૈનિક મુસાફરોની સરેરાશ સવારી અનુક્રમે 2,009 અને 1,871 હતી. ડેટા દર્શાવે છે કે મેટ્રો 2A પર અંધેરી વેસ્ટ (ડીએન નગર) અને મેટ્રો 7 પર ગુંદાવલીમાં દૈનિક સરેરાશ 14,000થી 15,000ની રેન્જમાં સૌથી વધુ ભીડ છે.
ADVERTISEMENT
આ બે સ્ટેશન વર્સોવા-અંધેરી-ઘાટકોપરની મેટ્રો 1 લાઇન સાથે ઇન્ટરચેન્જ ધરાવે છે. અંધેરી વેસ્ટ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (WEH) દ્વારા ડીએન નગર મેટ્રો સ્ટેશન અને ગુંદાવલી સાથે જોડાયેલ છે.
મેટ્રો લાઇન 2A અને 7 કોરિડોર પર દરરોજ સરેરાશ 1.35 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. 53 દિવસમાં, 71,88,761 મુસાફરોએ બંને મેટ્રો કોરિડોર પર મુસાફરી કરી. વધુમાં, 27,74,566 મુસાફરોએ રેડ લાઇન પર અથવા દરરોજ સરેરાશ 52,350 મુસાફરોએ મુસાફરી કરી હતી.
આ પણ વાંચો: હવામાં હાર્ટ એટેક આવે તો...?બેંગકોકથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં બન્યો અણબનાવ
ઉલ્લેખનીય છે કે મુંબઈગરાની યાત્રા વધુ સુખદ બનવાની છે. ડિસેમ્બર 2023 સુધીમાં મેટ્રો (Mumbai Metro) સીપ્ઝ અને કોલાબા (Seepz – Colaba Metro) વચ્ચે મુંબઈગરાને સેવા આપવા માટે ઉપલબ્ધ થશે. સીપ્ઝ અને કોલાબા વચ્ચેના 26 સ્ટેશનોમાંથી 21 સ્ટેશનોનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એક સાથે અનેક વિભાગોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અન્ય સાધનોની સ્થાપના સાથે મેટ્રો સ્ટેશનનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. 18 સ્ટેશનોમાં 50 ટકા સાધનોનું ઈન્સ્ટોલેશન પૂર્ણ થઈ ગયું છે.