ત્રીજી અને ચોથી ઑગસ્ટે ડેટા માઇગ્રેશન, સિસ્ટમ વેલિડેશન અને કૉન્ફિગ્રેશન જેવાં ટેક્નિકલ કામ સરળતાથી થાય એ માટે પબ્લિક ટ્રાન્ઝૅક્શન બંધ રાખવામાં આવશે
મુંબઈની GPO ઓફિસ (ફાઇલ તસવીર)
પોસ્ટ વિભાગ ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન તરફ વધુ એક પગલું આગળ વધીને ઍડ્વાન્સ પોસ્ટ ટેક્નૉલૉજી અપનાવશે. મુંબઈની જનરલ પોસ્ટ ઑફિસ (GPO)માં પાંચમી ઑગસ્ટથી આ નવી ટેક્નૉલૉજી અમલી બનશે જેને લીધે ત્રીજી અને ચોથી ઑગસ્ટે GPOમાં તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે. ત્રીજી અને ચોથી ઑગસ્ટે ડેટા માઇગ્રેશન, સિસ્ટમ વેલિડેશન અને કૉન્ફિગ્રેશન જેવાં ટેક્નિકલ કામ સરળતાથી થાય એ માટે પબ્લિક ટ્રાન્ઝૅક્શન બંધ રાખવામાં આવશે. નવી ટેક્નૉલૉજીને લીધે પોસ્ટ વિભાગની સેવાઓ બહેતર અને સરળ બનશે એમ GPOએ જાહેર કર્યું છે.
છે કોઈને પરવા જનતાની?
ADVERTISEMENT
દહિસર ચેકનાકા પાસે હાઇવે પર કેવા ખાડા પડી ગયા છે જુઓ. તસવીર : નિમેશ દવે

