Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠંડી મે ગરમી કા અહસાસ : હૉટ વીક માટે તૈયાર રહે મુંબઈગરા

ઠંડી મે ગરમી કા અહસાસ : હૉટ વીક માટે તૈયાર રહે મુંબઈગરા

Published : 22 October, 2026 07:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુધવારે પણ ગરમીનો પારો ૩૭ ડિગ્રી સેલ્સિયસ રહ્યો, આજે યલો અલર્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શિયાળાની શરૂઆતની રાહ જોવાઈ રહી છે અને મુંબઈગરાઓને હજી સુધી ઠંડકનો અનુભવ થયો નથી અને ઑક્ટોબર હીટમાં શેકાઈ રહ્યા છે. બુધવારે પણ મુંબઈનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું અને આખું અઠવાડિયું આવી જ ગરમી રહેશે તથા ભેજવાળા વાતાવરણના કારણે વધુ બફારો સહન કરવો પડશે એવી આગાહી હવામાન ખાતાની છે. આજે મુંબઈ, થાણે અને પાલઘરમાં ગરમીની યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આખું અઠવાડિયું શહેરનું તાપમાન ૩૫થી ૩૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ગઈ કાલે વહેલી સવારના સમયે મુંબઈનું લઘુતમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બપોરના સમયે આ પારો વધીને ૩૭ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો હતો. ગયા અઠવાડિયે પણ મુંબઈનું મહત્તમ તાપમાન ૩૮.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયું હતું જેના પરથી શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં મુંબઈગરાઓને ગરમીથી જરાય રાહત મળી નથી. 

હવાની ગુણવત્તા પણ ખરાબ, AQI પુઅર કૅટેગરીમાં



ગરમી ઉપરાંત મુંબઈમાં હવાની ગુણવત્તા પણ બગડી છે. હવામાન ખાતાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ શહેરનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) કથળ્યો છે. બુધવારે સવારે મુંબઈનો AQI ૧૯૨ નોંધાયો હતો જે પુઅર કૅટેગરીમાં આવે છે. છેલ્લા અમુક મહિનાઓમાં મુંબઈનો AQI હાલના AQIની સરખામણીમાં ઘણો જ સારો રહ્યો હતો. જોકે ચોમાસું પત્યું ત્યાર પછી હવાની ગુણવત્તાને પણ અસર થઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK