Mumbai Dengue Cases: ડેન્ગ્યુથી સંક્રમિત થતાં લોકોના કેસની વાત કરવામાં આવે તો તો મહારાષ્ટ્ર બીજા સ્થાને આવે છે. મુંબઈ સહિત રાજ્યમાં મચ્છરજન્ય રોગો વધ્યા છે.
ડેન્ગ્યુની પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે મહારાષ્ટ્રમાં મચ્છરોનો ઉપદ્રવ મોટા પાયે વધતો જોવા મળ્યો છે. આ માટે જારી કરવામાં આવેલા ડેટા મુજબ આ વર્ષે મચ્છર કરડવાથી દર કલાકે સરેરાશ 2 લોકો ડેન્ગ્યુની બિમારીથી સંક્રમિત (Mumbai Dengue Cases) જોવા મળ્યા છે.
ડેન્ગ્યુથી સંક્રમિત થતાં લોકોના કેસ પણ વધી રહ્યાં છે. આવાં કેસની વાત કરવામાં આવે તો તો મહારાષ્ટ્ર બીજા સ્થાને આવે છે. તમને જાણીને જવાઈ લાગશે કે મુંબઈ સહિત રાજ્યમાં મચ્છરજન્ય રોગો (Mumbai Dengue Cases)ના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ ગંભીર પરિણામ જોવા મળી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 17531 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
જો અન્ય રાજ્યોની તુલનામાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર બીજા સ્થાને આવે છે. જ્યારે યુપીમાં 33075 કેસ સાથે સૌથી વધુ કેસ છે. આટલું જ નહિ 19672 કેસ બિહારમાં પણ જોવા મળ્યા છે. દેશમાં ડેન્ગ્યુના કુલ 234427 કેસ નોંધાયા છે, જેમાંથી 7 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાયા છે. 4 વર્ષમાં આ જ વર્ષે સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આંકડા અનુસાર છેલ્લા 4 વર્ષમાં મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ કેસ નોંધાયા છે. વર્ષ 2020માં 3356, 2021માં 12720, 2022માં 8578 અને 2023માં (30 નવેમ્બર સુધી) 17541 કેસ નોંધાયા છે.
રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં મુખ્યત્વે મુંબઈ, નાગપુર, નાસિક, પુણે અને થાણેમાં શહેરી કોર્પોરેશનોનો સમાવેશ થાય છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે. માત્ર મુંબઈમાં ડેન્ગ્યુ (Mumbai Dengue Cases)ના લગભગ 5,261 કેસ નોંધાયા છે, ત્યારબાદ નાસિકમાં 1,383 અને નાગપુરમાં આ જ રોગના કેસ 1,295 જેટલો આંકડો ધરાવે છે.
રાજ્ય (Mumbai Dengue Cases)માં ડેન્ગ્યુના કેસ ગત વર્ષની સરખામણીમાં બમણાથી વધુ થઈ ગયા છે. મહારાષ્ટ્ર હવે સમગ્ર ભારતમાં ડેન્ગ્યુના કેસો (Mumbai Dengue Cases)માં બીજા ક્રમે છે, યુપી પછી બીજા ક્રમે આવી ગયું છે. રાજ્યના ડેન્ગ્યુના કેસોએ મેલેરિયાના કેસોને વટાવી દીધા છે.
મુંબઈમાં ડેન્ગ્યુના કેટલા કેસ આવ્યા છે?
મહારાષ્ટ્રમાં નોંધાયેલા 17 હજાર ડેન્ગ્યુના કેસોમાંથી મુંબઈમાં 4300થી વધુ કેસ નોંધાયા છે. BMC હેલ્થ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે રિપોર્ટિંગ યુનિટમાં વધારો થવાને કારણે ઘણા કેસ નોંધાયા છે. આ વખતે અનેક લોકો મચ્છરજન્ય રોગોથી પણ પ્રભાવિત થયા છે.
અનેક લોકોના આ રોગને કારણે થયા છે મોત
આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 14 લોકોના મોત થયા છે. સૌથી વધુ 74 લોકોના મોત બિહારમાં થયા છે. કેરળમાં 51 અને યુપીમાં 28 લોકોના મોત થયા છે. આબોહવા અને પર્યાવરણીય પરિબળોથી આગળ વધીને મહારાષ્ટ્રના અધિકારીઓએ આ વર્ષે વધારાના 1.25 લાખ ડેન્ગ્યુ પરીક્ષણો કર્યા છે.