મોડી રાત્રે આ ઘટના અંગે મુંબઈ પોલીસ(Mumbai Police)ને જાણ થતાં પોલીસે કબાટની અંદરથી બેગ બહાર કાઢીને ખોલી તો તેમાં આશરે 50 થી 55 વર્ષની મહિલાની લાશ હતી.

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ના લાલબાગ પેરુ કમ્પાઉન્ડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ત્યાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેને પહેલા પ્લાસ્ટિકની થેલીમાં પેક કરવામાં આવ્યો હતો અને પછી એક અલમારીમાં બંધ રાખવામાં આવ્યો હતો. મોડી રાત્રે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે કબાટની અંદરથી બેગ બહાર કાઢીને ખોલી તો તેમાં આશરે 50 થી 55 વર્ષની મહિલાની લાશ હતી.
આ મામલે મૃતક મહિલાની પુત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસે તેને કસ્ટડીમાં લીધી છે. સૂત્રોનું માનીએ તો પુત્રીએ જ હત્યા કરી લાશને પેક કરીને કબાટમાં છુપાવી દીધી હતી. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ પુત્રીની પૂછપરછ કરી રહી છે.
આ સિવાય ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ચિત્રકૂટમાંથી પારિવારિક મામલામાં ડબલ મર્ડરનો મામલો પણ સામે આવ્યો છે. હકીકતમાં, ચિત્રકૂટમાં એક વ્યક્તિએ તેની પત્ની અને પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ દીકરીની તેના બોયફ્રેન્ડ સાથે નિકટતા વધી રહી હતી.આનાથી પિતા નારાજ થઈ ગયા અને તેમણે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી પુત્રી પર ફાયરિંગ કર્યું.
આ પણ વાંચો: Isha Ambani:જોડીયા ભાણેજને અબજોપતિ નાના મુકેશ અંબાણીએ શું ગિફ્ટમાં આપ્યું હશે? જાણો
આ દરમિયાન માતાએ પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને પણ ગોળી વાગી હતી અને બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી.