ઈશા અંબાણી(Isha Ambani)ના ભારત આગમન બાદ જોડીયા ભાણેજના સ્વાગત માટે નાના મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નાની નીતા અંબાણી(Nita Ambani)એ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતું.

મુકેશ અંબાણી અને ભાણેજને તેડેલા નીતા અંબાણી
ઈશા અંબાણી (Isha Ambani)ના જોડિયા બાળકો ક્રિષ્ના (Krishna)અને આદિયા(Aadiya)ને તેમના નાના-નાની મુકેશ (Mukesh Ambani)અને નીતા અંબાણી(Neeta Ambani)એ ખૂબ જ સુંદર ભેટ આપી છે. આ `ગિફ્ટ્સ ટેલ ઓલ` દ્વારા બનાવેલ કસ્ટમાઇઝ ગિફ્ટ છે. `ગિફ્ટ્સ ટેલ ઓલ`ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો અને એક ખૂબ જ સુંદર વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે એક કબાટ પેસ્ટલ રંગના કૃત્રિમ ફૂલો અને ટેડી બેરથી ભરેલો છે.
મુકેશ અંબાણીએ આ સુંદર ભેટ આપી
આ સુંદર વૉલપેપર સાથેનું 5 ફૂટ ઊંચું કબાટ છે જેમાં ફુગ્ગા, વાદળો અને વિમાન શામેલ છે. કબાટના દરવાજા પર "Adventure of Krishna and Aadiya" લખેલું છે અને બે બોક્સ પણ બનાવવામાં આવ્યા છે જે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે અને તેના પર "Aadiya" અને "Krishna" નામો લખેલા છે.
View this post on Instagram
આ પણ વાંચો: અંબાણી, અદાણી, ટાટા કરતાં પણ મારો સમય અધિક મૂલ્યવાન, આવું કહ્યું બાબા રામદેવે
કબાટમાં ગોલ્ડન અક્ષરોમાં "ઓહ એ સ્થાન જ્યાં તેઓ જશે" એવું લખેલું છે. જ્યારે કબાટ ખોલોને જોઈએ તો તેમાં ચાર નાના ડ્રોઅર અને બે મોટા ડ્રોઅર ઘણા રમકડાં અને અન્ય વસ્તુઓથી ભરેલા દેખાય છે. અબજોપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 2018માં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. ઈશા અંબાણીએ થોડા મહિના પહેલા ક્રિષ્ના અને આદિયા નામના જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ભારતમાં તેમના આગમન પર અંબાણી પરિવારે તાજેતરમાં નવજાત શિશુના સ્વાગત માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.