Mumbai Crime : વીડિયો વાયરલ થયા બાદ બેની અટકાયત
વીડિયોમાંથી લેવાયેલો સ્ક્રિનશૉટ
કી હાઇલાઇટ્સ
- સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
- થાણેમાં બની ઘટના
- ચિતલસર માનપાડા પોલીસે બે લોકોની અટકાયત કરી
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લામાં એક પાળતુ પ્રાણી ક્લિનિકમાં પાળેલા કૂતરાને નિર્દયતાથી માર્યા બાદ ચિતલસર માનપાડા પોલીસ (Manpada Police)એ બે વ્યક્તિઓની અટકાયત કરી હોવાની માહિતી એક અધિકારીએ આપી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. ત્યારે લોકો આરોપીઅને નિર્દય કહી રહ્યાં છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ઘટનાને કેપ્ચર કરતો એક વિડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. આ વીડિયો બાદ દેશભરના પશુ કાર્યકરો દ્વારા વ્યાપક નિંદા થઈ હતી. થાણે પોલીસે પાછળથી કાર્યવાહી કરી અને બે શકમંદોની અટકાયત કરી છે.
ADVERTISEMENT
એક પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, ‘આ ઘટના થાણેના માનપાડા (Manpada)માં વેટિક પેટ ક્લિનિક (Vetic Pet Clinic)માં બની હતી.’
સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયેલા આ વીડિયોએ જાગ્રત પ્રાણી કાર્યકરોનું ધ્યાન ખેંચ્યું, જેમણે તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી અને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને તેમને શંકાસ્પદ લોકો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી કરી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation)માં 42 વર્ષીય વેટરનરી ઓફિસર શમા દિલીપ શિરોડકરે ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. શિરોડકરના જણાવ્યા મુજબ, તેણીને થાણે જિલ્લાના પશુ કલ્યાણ અધિકારી ઇન્દ્રનીલ માનિક રોય પાસેથી એક વિડિયો ક્લિપ મળી હતી, જેમાં પ્રાણી ક્રૂરતાના ભયાનક કૃત્યનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. શિરોડકર તેના સાથીદારો સાથે મંગળવારે બપોરે એક વાગ્યાની આસપાસ વેટિક પેટ ક્લિનિક પહોંચ્યા, જ્યાં આ ઘટના બની.
એક અધિકારીએ જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા બે વ્યક્તિઓની ઓળખ માટુંગા (Matunga)ના રહેવાસી ૧૯ વર્ષીય મયુર માઈકલ અધવ અને મુરબાડ (Murbad)ના રહેવાસી ૨૦ વર્ષીય પ્રશાંત ગાયકવાડ તરીકે થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ચિતલસર માનપાડા પોલીસે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, ૧૯૬૦ની કલમ ૧૧(૧) હેઠળ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે. જો કે, પશુ કાર્યકરો માંગ કરી રહ્યા છે કે પોલીસ બે વ્યક્તિઓ સામે ફોજદારી કેસ દાખલ કરે અને દુર્વ્યવહાર કરાયેલા પાળતુ શ્વાનને ન્યાય આપવા માટે કડક પગલાં લેવામાં આવે તેની ખાતરી કરો.
થાણેના ઝોન ૫ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે, ‘ અમે બે લોકોની અટકાયત કરી છે, એક પાલતુ કૂતરાને મારતો હતો અને બીજો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. અમે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ અને આગળ વધી રહ્યા છીએ. મામલાની તપાસ કરી રહ્યાં છીએ. માર મારવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી અને તેની તપાસ કરવામાં આવી રહી છે.’
નોંધનીય છે કે, થાણેમાં સ્થિત પેટ ક્લિનિકનો સ્ટાફ ગ્રૂમિંગ સેશનના બહાને પાળેલા કૂતરાને મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ખળભળાટ મચી ગયો છે.

