Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક્ટ્રેસને ઑડિશન માટે મોકલી વિદેશ, ટ્રોફીમાં ગાંજો સંતાડી ફસાવી, આરોપીની ધરપકડ

એક્ટ્રેસને ઑડિશન માટે મોકલી વિદેશ, ટ્રોફીમાં ગાંજો સંતાડી ફસાવી, આરોપીની ધરપકડ

25 April, 2023 07:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ક્રાઈમ બ્રાન્ચ પ્રમાણે પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આરોપી એન્થોનીની બહેનનું અભિનેત્રીની મા સાથે કૂતરાને કારણે ઝગડો થયો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અભિનેત્રીને વિદેશમાં ડ્રગ્સ મામલે ફસાવવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ આરોપીઓના નામ એન્થની પૉલ અને રાજેશ બોભાટે છે. પોલીસ પ્રમાણે ફિલ્મ `સડક 2`માં અભિનય કરી ચૂકેલી અભિનેત્રી કૃસન પરેરા (Chrisann Pereira)ની છેલ્લે થોડાક દિવસ પહેલા શારજાહ ઍરપૉર્ટ પર ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. અભિનેત્રી સાથે એક ટ્રૉફી હતી, જેમાં ગાંજો સંતાડીને રાખવામાં આવ્યો હતો.

મુંબઈ (Mumbai) નજીક મીરા રોડમાં (Mira Road) રહેતા આરોપી એન્થોની અને રાજેશ પર અભિનેત્રીને શારજાહમાં પકડાયા બાદ છોડાવવા માટે પૈસા માગવાનો પણ આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચ પ્રમાણે પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આરોપી એન્થનીની બહેનનો અભિનેત્રીની મા સાથે કૂતરાને લઈને ઝગડો થયો હતો. આથી તેણે જાણીજોઈને તેમની દીકરીને ફસાવ્યા તેની શંકા છે.



વેર વાળવા માટે એન્થનીએ એક્ટ્રેસને શારજાહમાં વેબ સીરિધના ઑડિશન માટે મોકલવાની વ્યવસ્થા કરી અને જતી વખતે સાથે ટ્રૉફી લઈ જવા માટે આપી. જેમાં ગાંજો સંતાડી રાખ્યો હતો.


આ પણ વાંચો : Delhi CM અરવિદ કેજરીવાલની સુરક્ષામાં ચૂક, નો ફ્લાય ઝોનમાં ઉડતું દેખાયું ડ્રોન

એન્થની અને રાજેશ પર બોરીવલીના એક ડી.જે ક્લેટન રોડ્રિગ્ઝને પણ આ રીતે જ ફસાવવાનો આરોપ છે. ક્લેટન રોડ્રિગ્સને આપેલી કેકમાં ગાંજો સંતાડવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2023 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK