Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: ક્રૂરતાની તમામ હદ પાર, ગર્લફ્રેન્ડની હત્યા કરી લાશના ટુકડાં કૂકરમાં ઉકાળ્યા 

Mumbai Crime: ક્રૂરતાની તમામ હદ પાર, ગર્લફ્રેન્ડની હત્યા કરી લાશના ટુકડાં કૂકરમાં ઉકાળ્યા 

08 June, 2023 08:38 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ (Mumbai crime) ક્રુરતાની તમામ હદ પાર થાય એવી ઘટના સામે આવી છે. મીરા રોડમાં એક શખ્સે પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી લાશના ટુકડા કરી નાખ્યા હતાં. તેમજ દુગંધથી બચવા કુકરમાં ટૂકડાને ઉકાળ્યા હતાં.

પ્રતીકાત્મક તસવીર Crime News

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીમાં શ્રદ્ધા વાલ્કર મર્ડર કેસ (Delhi Shraddha Walkar Case)જેવો જ એક કિસ્સો મુંબઈ(Mumbai crime)થી સામે આવ્યો છે.અહીં લિવ-ઈનમાં રહેતા વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી અને મૃતદેહને ચેઈનસો (ટ્રી કટિંગ મશીન) વડે ઘણા ટુકડા કરી નાખ્યા.એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મૃતદેહના ટુકડાને પ્રેશર કુકરમાં ઉકાળતો હતો જેથી તેમાંથી દુર્ગંધ ન આવે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે.

વાસ્તવમાં, આ મામલો મુંબઈ (Mumbai Crime)શહેરના મીરા રોડ(Mira Road)પર સ્થિત ન્યુ નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ગીતા-આકાશદીપ સોસાયટીનો છે. 56 વર્ષીય મનોજ સાહની લાંબા સમયથી સોસાયટીના 7મા માળે તેની લિવ-ઈન પાર્ટનર 36 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતો હતો.મનોજના ફ્લેટમાં થોડા દિવસોથી વિચિત્ર વાસ આવતી હતી.આ દુર્ગંધથી તેના પડોશીઓ પરેશાન થઈ ગયા. તે લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.


માહિતી મળતા જ નયા નગર પોલીસ સ્ટેશન મનોજના ફ્લેટ પર પહોંચી અને મનોજનો દરવાજો ખટખટાવ્યો.ગેટ ખોલ્યા બાદ પોલીસ અને અંદર પહોંચેલા અન્ય લોકોને તીવ્ર ગંધ આવી હતી.તપાસ કરતાં પોલીસને ઘરની અંદરથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હતા.મનોજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. પૂછવા પર તેણે કહ્યું કે ડેડ બોડી તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતીની છે.


આ પણ વાંચો:Mumbaiના બેસ્ટ રેસ્ટૉરન્ટ્સનું લિસ્ટ ટ્વિટર પર વાયરલ, લોકોનો ફૂટ્યો ગુસ્સો

પોલીસનું કહેવું છે કે મનોજ અને સરસ્વતી વચ્ચે કોઈને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં મનોજે લિવ ઇન પાર્ટનરની હત્યા કરી નાખી.આ પછી તે બજારમાં ગયો અને ચેઇનસો (વૃક્ષ કાપવાનું મશીન) લાવ્યો. ફ્લેટમાં પાછા આવ્યા બાદ મૃતદેહના અનેક ટુકડા (Mumbai Crime) કરવામાં આવ્યા હતા.પોલીસને જાણવા મળ્યું છે કે તેણે પ્રેશર કુકરમાં મૃતદેહના કેટલાય ટુકડા ઉકાળી લીધા હતા. મુંબઈ પોલીસ(Mumbai Crime)ના જણાવ્યા અનુસાર, તેણે પુરાવાનો નાશ કરવા અને દુર્ગંધ દૂર કરવા માટે આવું કર્યું હોઈ શકે છે.


પોલીસનું કહેવું છે કે હત્યા 3-4 દિવસ પહેલા થઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં, મૃતદેહના ટુકડાઓ એકત્ર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફ્લેટમાંથી અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવશે.પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફ્લેટ સીલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Cyclone Biporjoy : અરબ સાગરનું આ તોફાન ગુજરાતથી કર્ણાટક-ગોવા સુધી મચાવશે ઉહાપોહ

ડીસીપી જયંત બજબલેનું કહેવું છે કે લિવ ઇન પાર્ટનરની હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાનું બહાર આવ્યું છે.મહિલાના શરીરના ટુકડા મળી આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી મનોજ બોરીવલી વિસ્તારમાં દુકાન ચલાવે છે.તે કોની દુકાન છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મનોજ વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

08 June, 2023 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK