Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbaiના બેસ્ટ રેસ્ટૉરન્ટ્સનું લિસ્ટ ટ્વિટર પર વાયરલ, લોકોનો ફૂટ્યો ગુસ્સો

Mumbaiના બેસ્ટ રેસ્ટૉરન્ટ્સનું લિસ્ટ ટ્વિટર પર વાયરલ, લોકોનો ફૂટ્યો ગુસ્સો

07 June, 2023 09:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈના સૌથી સારા રેસ્ટૉરન્ટ્સનું લિસ્ટ ટ્વિટર પર છવાયેલું હતું. પણ લિસ્ટ જોઈને અનેક મુંબઈકર ખૂબ જ નાખુશ જોવા મળ્યા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


જ્યારે પણ આપણે ક્યાંક ફરવાનો પ્લાન બનાવીએ છીએ, અથવા કોઈક નવા શહેરમાં જઈએ તો આપણાં મગજમાં સૌથી પહેલો પ્રશ્ન એ જ આવે છે કે ત્યાં જમશું ક્યાં? આપણે તે શહેરમાં રહેતા આપણાં મિત્રો પાસેથી ત્યાંની જમવાની જગ્યાઓ વિશે માહિતી મેળવીએ છીએ જે ખૂબ જ જાણીતી હોય અને જ્યાં ટેસ્ટી જમવાનું મળતું હોય. પછી તે સ્ટ્રીટ-સ્ટાઈલ ફૂડ હોય કે કોઈ ફેન્સી રેસ્ટૉરન્ટમાં જમાયેલું જમણ. આપણે બધું ટ્રાય કરવા માગીએ છીએ. નોંધનીય છે કે હવે જ્યારે સોશિયલ મીડિયા લોકો માટે એક ગાઈડ બન્યું છે તો એવામાં તમારે ઈન્સ્ટાગ્રામ કે ફેસબૂક પર પણ એવી અનેક ન્યૂઝ ફીડ પર પૉપઅપ મળી જતા હશે જેમાં જુદાં-જુદાં શહેરોના બેહતરીન ફૂડ આઈટમ્સ ટ્રાય કરવાની ભલામણો અને રેસ્ટૉરન્ટના લિસ્ટ આપવામાં આવ્યા હોય. પણ આના પર વિશ્વાસ કરવો કેટલો યોગ્ય? શું ખરેખર તે એટલી ટેસ્ટી હશે જેટલી કહેવામાં આવી છે. હકીકતે તાજેતરમાં જ મુંબઈના (Mumbai) સૌથી સારા રેસ્ટૉરન્ટ્સનું લિસ્ટ ટ્વિટર પર છવાયેલું હતું. પણ લિસ્ટ જોઈને અનેક મુંબઈકર ખૂબ જ નાખુશ જોવા મળ્યા.

આ લિસ્ટને યૂઝર @kebabandcokeએ ટ્વિટર પર શૅર કરી. તેણે કૅપ્શનમાં લખ્યું, "શું આ એક મજાક છે." જણાવવાનું કે આ વાયરલ લિસ્ટને અત્યાર સુધી 230kથી વધુ લોકોએ જોઈ છે અને ઈન્ટરનેટ યૂઝર્સે આના પર અનેક કોમેન્ટ્સ પણ કરી છે. આ પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે કે, "મુંબઈમાં કરવા જેવી વસ્તુઓ- આ કેટલીક એવી જગ્યાઓ છે જે તમારે જોવી જોઈએ." આ લિસ્ટમાં કૉફીથી લઈને લન્ચ અને ડિનર સુધી માટે રેસ્ટૉરન્ટના લિસ્ટ શૅર કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં કેટલાક રૂફટૉપ રેસ્ટૉરન્ટ્સ અને બાર પણ સામેલ છે. જો કે, મુંબઈના લોકોએ આ લિસ્ટને નાપસંદ કર્યો, કારણકે આ લિસ્ટમાં જે રેસ્ટૉરાં હતાં તે ખૂબ જ મોંઘા હતા અને આ લિસ્ટમાં તે જગ્યાઓનું નામ નહોતું જે ખરેખર ત્યાંનાં ફૂડ માટે જાણીતી છે.



એક યૂઝરે કોમેન્ટ કરી, "આ એક મજાક હોવું જોઈએ" આ તો એ લિસ્ટ છે જ્યાં જતાં બચવું જોઈએ. મારો અર્થ છે કે આમાંથી ક્યાંય પણ સારું જમવાનું નથી મળતું. જો કે, પહેલા કેટલાક સારા હતા પણ હવે નહીં. અનેક લોકોએ મુંબઈમાં રહેનારા પોતાના મિત્રોની સારી રેસ્ટૉરન્ટનું લિસ્ટર શૅર કરવાની ભલામણ કરી, જેમને ખિસ્સા ખાલી કર્યા વગર ટ્રાય કરી શકાય.


આ પણ વાંચો : Cyclone Biporjoy : અરબ સાગરનું આ તોફાન ગુજરાતથી કર્ણાટક-ગોવા સુધી મચાવશે ઉહાપોહ

મુંબઈમાં સૌથી સારાં રેસ્ટૉરન્ટ્સ જેમની પ્રાઈઝ આસમાનને છે, તમારું આ વિશે શું વિચારવું છે તે ચોક્કસ તમે શૅર કરી શકો છો.

07 June, 2023 09:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK