Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: મુલુંડ સ્ટેશનમાં ધ્રુજી પડ્યો આરોપી, બાથરૂમમાં જઈ ગટગટાવ્યું....

Mumbai Crime: મુલુંડ સ્ટેશનમાં ધ્રુજી પડ્યો આરોપી, બાથરૂમમાં જઈ ગટગટાવ્યું....

03 April, 2024 10:04 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime: તપાસ વખતે આ વ્યક્તિ ખૂબ જ તણાવમાં હોય તેવું જણાઈ રહ્યું હતું. આ વ્યક્તિ તેના માતા-પિતા અને છોકરી સાથે આવ્યો હતો

ગુનેગારની પ્રતીકાત્મક તસવીર

ગુનેગારની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આરોપીએ સોશિયલ મીડિયા પર મહિલા વિશે ઇન્સ્ટાગ્રામ પર બદનક્ષીભરી પોસ્ટ કરી હતી
  2. આ વ્યક્તિ ટોઇલેટમાં બેભાન હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો
  3. સારવાર બાદ આ વ્યક્તિ જોખમમાંથી ઊગરી ગયો છે

મુંબઈનાં મુલુંડ પોલીસ સ્ટેશનમાંથી સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુલુંડ પોલીસ સ્ટેશનમાં 28 વર્ષીય યુવકને પૂછપરછ (Mumbai Crime) માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે આ યુવકે પોલીસ સ્ટેશનમાં જ કથિત રીતે શૌચાલયના ક્લીનરને પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 


શું છે આ મામલો? શા માટે યુવકને પોલીસ પાસે લાવવામાં આવ્યો હતો?



તાજેતરમાં એક મહિલાએ મુલુંડ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાની ફરિયાદને સાંભળીને એક વ્યક્તિને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો કે જેણે સોશિયલ મીડિયા પર તેના વિશે ઇન્સ્ટાગ્રામ પર બદનક્ષીભરી પોસ્ટ કરી હતી. મહિલાને ફરિયાદનાં આધારે જ તપાસ કરવા માટે એક વ્યક્તિને મંગળવારે મુલુંડ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.


વૉશરૂમનાં બહાને આત્મહત્યા કરવા ગયો વ્યક્તિ 

ત્યારબાદ પોલીસે આ વ્યક્તિની પૂછપરછ (Mumbai Crime) કરી હતી. તપાસ વખતે આ વ્યક્તિ ખૂબ જ તણાવમાં હોય તેવું જણાઈ રહ્યું હતું. આ વ્યક્તિ તેના માતા-પિતા અને છોકરી સાથે આવ્યો હતો. તપાસ દરમિયાન તેણે વોશરૂમમાં જવાનું બહાનું કાઢ્યું હતું. જ્યારે તે બાથરૂમમાં ગયો ત્યારબાદ તે જલ્દી પાછો ન આવ્યો ત્યારે પોલીસ તેને શોધવા માટે વોશરૂમમાં ગઈ હતી. જ્યારે પોલિસે વૉશરૂમમાં જઈને જોયું તો આ વ્યક્તિ બેભાન હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. તેની બાજુમાં એક ફિનાઈલની બોટલ ખુલેલી પડી હતી.


સારવાર બાદ હાલત ઠીક છે 

પ્રાપ્ત માહિતી અનુસાર આ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સારવાર બાદ આ વ્યક્તિ જોખમમાંથી ઊગરી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 309 હેઠળ આત્મહત્યાના પ્રયાસ બદલ આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોણ કોણ હાજર હતું પોલીસ સ્ટેશનમાં?

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી (Mumbai Crime) મહિલાની વાતને નોંધતાં જે તે ગુનેગાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવમાં આવ્યો હતો. એક અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે તે સમયે આ વ્યક્તિ સાથે તેના માતા-પિતા પણ આવ્યા હતા. આ સાથે જ ફરિયાદી મહિલાનાં માતા-પિતા પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતા.

તાજેતરમાં જ એક 35 વર્ષીય હિસ્ટરી-શીટર પર 15 વર્ષીય છોકરી પર જાતીય શોષણ બદ્દલ ગુનો (Mumbai Crime)નોંધાયો હતો. આ છોકરી ટીબી દર્દી હોઇ તે તેના પિતા સાથે હોસ્પિટલની મુલાકાત બાદ લોકલ ટ્રેનમાં બેસીને ઘરે પરત ફરી રહી હતી. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથી પ્રવાસીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને રજા અપાયા બાદ રેલવે પોલીસ તેની ધરપકડ કરે કરશે.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK