Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેવેન્દ્ર ફડણવીસના PAના નામે ચીટિંગ

દેવેન્દ્ર ફડણવીસના PAના નામે ચીટિંગ

24 March, 2024 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મરીન ડ્રાઇવ પોલીસે ૧૫ લાખ રૂપિયા પડાવવા બદલ બે જણની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ અસિસ્ટન્ટ (PA)ના નામે ૧૫ લાખ રૂપિયાની ચીટિંગ કરવાના મામલામાં પોલીસે સુહાસ મહાડિક અને કિરણ પાટીલની ગઈ કાલે ધરપકડ કરી હતી. આમાંના એક આરોપીની અગાઉ આવા જ કેસમાં આગ્રીપાડા પોલીસે ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ વિસ્તારની એક સોસાયટીનું કામ હતું એટલે સોસાયટીના એક રહેવાસીનો આરોપીએ સંપર્ક કરીને કહ્યું કે હું દેવેન્દ્ર ફડણવીસનો PAએ છું એટલે તમારું કામ કરાવી આપીશ, પણ આ માટે તમારે ૧૫ લાખ રૂપિયા આપવા પડશે. તેની વાતમાં વિશ્વાસ મૂકીને કામ સોંપવામાં આવ્યું હતું. જોકે વારંવાર પૂછપરછ કરવા છતાં કામ ન થતાં અને જવાબ આપવાનું ટાળવા લાગતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK