ઊનાળાના દિવસોમાં મુંબઈકર્સને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે, આથી બીએમસી પાઈપલાઈનનું સમારકામ તેમજ વૉલ્વ બદલી રહી છે. આ કારણે મુંબઈના વિભિન્ન વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વારંવાર પાણી કાપ કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર
ઊનાળાના દિવસોમાં મુંબઈકર્સને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે, આથી બીએમસી પાઈપલાઈનનું સમારકામ તેમજ વૉલ્વ બદલી રહી છે. આ કારણે મુંબઈના વિભિન્ન વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વારંવાર પાણી કાપ કરી રહી છે. 9 માર્ચ સવારે 10 વાગ્યાથી 11 માર્ચ સવારે 10 વાગ્યા સુધી મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગરમાં 10 ટકા પાણી કાપ હશે. બીએમસી પાણી પૂરવઠા વિભાગ પ્રમાણે, આ દરમિયાન દક્ષિણ મુંબઈના એ વૉર્ડ (કોલાબા)ના નેવલ એરિયાથી લઈને બીપીટી એરિયા, બી વૉર્ડ (સેન્ડહર્સ્ટ રોડ), ભાઈખલા, એનએમ જોશી માર્ગ, પરેલ સહિત માટુંગા, સાયન અને વડાલા વિસ્તારમાં પાણીકાપ રહેશે. આ જ રીતે પૂર્વ ઉપનગરમાં કુર્લા પૂર્વ, ગોવંડી, માનખુર્દ, ચેમ્બૂર, ઘાટકોપર, ભાંડુપ તેમજ મુલુંડમાં પણ પાણીકાપ કરવામાં આવશે.
બીએમસી પ્રશાસન પ્રમાણે, 9થી 11 માર્ચ વચ્ચે થાણે સ્થિત કોપરી પુલ નજીક થાણે મહાનગર પાલિકાના નવા પુલનું કામ ચાલે છે, આથી મુંબઈ મહાનગર પાલિકાના 2345 મિમી વ્યાસની પાઈપલાઈન `મુંબઈ 2`ને નુકસાન થતા અને પાણી લિકેજની માહિતી મળી છે.
કુર્લામાં 6 મે સુધી દર શનિવારે નહીં આવે પાણી
કુર્લામાં શનિવારથી પાણી કાપ શરૂ કરવામાં આવ્યો છે, જે 6 મે સુધી દર શનિવારે હશે. બીએમસી પ્રમાણે, આ વિસ્તારમાં પાણી પૂરવઠો કરનારી પાઈપલાઈનનું સમારકામ 10 દિવસ સુધી ચાલશે. આની શરૂઆત 4 માર્ચથી થઈ છે, જે 6 મે સુધી ચાલશે. કુર્લાના ખૈરાની રોડની નીચે, તુકારામ પુલ અને જંગલેશ્વર મહાદેવ મંદિર વચ્ચે જળપૂરવઠો કરનારી પાઈપલાઈનને આ દરમિયાન મજબૂત કરવામાં આવશે. આ કામમાં 10 દિવસનો સમય લાગશે.
આ પણ વાંચો : Holi 2023: આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવો આનો ઉપયોગ, કોને માટે કયો રંગ છે શુભ
બીએમસી પ્રશાસન પ્રમાણે, ખૈરાની રોડ અંતર્ગત 1200 મિમી વ્યાસ તેમજ 800 મીટર લાંબી પાઈપ લાઈનનું સમારકામ કરવામાં આવશે. આથી એલ વૉર્ડના સંઘર્ષ નગર, લૉયલકા કમ્પાઉન્ડ, સુભાષ નગર, ભાનુશાલી વાડી, યાદવ નગર, દુર્ગા માતા મંદિર, કુલકર્ણી વાડી, ડિસુઝા કમ્પાઉન્ડ, લક્ષ્મી નારાયણ માર્ગ, જોશ નગર, આઝાદ નગર વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ રહેશે.