Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJPને BMCમાં જીતની આશા, ચૂંટણી પ્રચારમાં ગુજરાત મૉડલનો કરી શકે છે પ્રયોગ

BJPને BMCમાં જીતની આશા, ચૂંટણી પ્રચારમાં ગુજરાત મૉડલનો કરી શકે છે પ્રયોગ

07 December, 2022 08:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીએમસી ચૂંટણીમાં હિન્દી ભાષી (ઉત્તર ભારતીય, ગુજરાતી, રાજસ્થાની)ઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. બીએમસીની 227 સીટમાંથી 105 પર હિન્દીભાષી સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

પ્રતીકાત્મક તસવીર

BMC Election 2023

પ્રતીકાત્મક તસવીર


હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) પરિણામને (Result) લઈને એગ્ઝિટ પોલના (Exit Polls) મત વહેંચાયેલા છે. પણ ગુજરાતને (Gujarat Exit Poll)લઈને બધા એકમત છે કે અહીં બીજેપી (BJP) પૂર્ણ બહુમતથી સત્તામાં કમબૅક (Comeback) કરી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની (Gujarat-Maharashtra Border) સીમા એકબીજાને અડોઅડ હોવાથી આની અસર આગામી બીએમસી ચૂંટણી (Upcoming BMC Election 2023 પર પણ પડવાની આશા છે. બીજેપી નેતા (BJP Leader) ગુજરાત એગ્ઝિટ પોલથી (Gujarati Exit Polls) એટલા ઉત્સાહિત છે કે તેઓ અત્યારથી જ બીએમસીમાં (BMC) બીજેપીની સત્તાનો દાવો કરવા માંડ્યા છે. વર્ષ 2017ની બીએમસી ચૂંટણીમાં 82 સીટ જીતનારી બીજેપીએ અત્યાપે 150 સીટ જીતવાનો લક્ષ્ય સેવ્યો છે. તો કૉંગ્રેસને (Congress) દિલ્હીની (Delhi) જેમ મુંબઈમાં (Mumbai) પણ આમ આદમી પાર્ટીનો (Aam Aadmi Party) ભય સતાવી રહ્યો છે. કૉંગ્રેસ નેતાનું (Congress Leader) કહેવું છે કે બીએમસી ચૂંટણી (BMC Election)માં જો બીજેપી (BJP) અને બીજી પાર્ટીઓને હરાવવી છે તો મળીને લડવું પડશે. કૉંગ્રેસ (Congress), શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને વંચિતનું ગઠબંધન જ બીજેપીને આકરી ટક્કર આપી શકે છે. જાણકારોનું માનવું છે કે બીએમસી (BMC Election) ચૂંટણીમાં હિન્દી ભાષી (ઉત્તર ભારતીય, ગુજરાતી, રાજસ્થાની)ઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. બીએમસીની 227 સીટમાંથી 105 પર હિન્દીભાષી સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. લગભગ દોઢ કરોડની જનસંખ્યામાં લગભગ 50 લાખ હિન્દીભાષીઓ મુંબઈમાં રહે છે.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલા સુધી ઉત્તર ભારતીય સમાજ કૉંગ્રેસનો પરંપરાગત વૉટર હતો, જે હવે બીજેપીને મત આપે છે. જ્યારે, ગુજરાતી અને મારવાડી સમાજ પહેલાથી બીજેપીની સાથે છે. બીજેપીને આનો લાભ મુંબઈમાં વર્ષ 2019ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મળ્યો હતો. બીજેપી નેતાઓને આશા છે કે શિવસેનામાં તિરાડનો લાભ પણ તેમને મળશે. સાથે જ રાજ ઠાકરેની મનસે પણ ઉદ્ધવ ઠાકરેને નુકસાન પહોંચાડશે.



આ પણ વાંચો : Warning: મુંબઇની હવા પણ ફેરવાઇ રહી છે સ્મોગમાં


બીએમસીમાં ગુજરાત મૉડલનો પ્રયોગ
બીજેપીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે મુંબઈથી મોટી સંખ્યામાં હિન્દી ભાષી નેતાને મોકલ્યા હતા. સૂરત સહિત અન્ય જિલ્લામાં આ નેતાઓએ પ્રચાર કર્યો. ગુજરાતમાં લાંબા સમય સુધી વિધાનસભા ચૂંટણી પ્રચાર કરીને પાછા આવેલા બીજેપી નેતા વિનોદ મિશ્રાએ કહ્યું કે અમે ગુજરાતમાં બંપર સીટ જીતી રહ્યા છીએષ આનો ફાયદો બીજેપીને મુંબઈમાં પણ થશે. ગુજરાતમાં જે પ્રકારની રણનીતિ બનાવીને તેમના નેતાઓએ પ્રચાર કર્યો, તે બીએમસી ચૂંટણીમાં પણ કરશે.

આ પણ વાંચો : Mumbai: ફેરિયાવાળાને મળશે 10 લાખ સુધીની લોન, જાણો વિગતો


કૉંગ્રેસને છે `આપ`નો ડર
એગ્ઝિટ પોલમાં કૉંગ્રેસ માટે માત્ર હિમાચલ પ્રદેશમાં આશા છે, જ્યારે ગુજરાત અને દિલ્હીની એમસીડી ચૂંટણીમાં તેમની સ્થિતિ નબળી દેખાઈ. દિલ્હીમાં આપ અને બીજેપીની ટક્કરમાં કૉંગ્રેસ ત્રીજા નંબર પર દેખાઈ રહી છે. કૉંગ્રેસ નેતાઓને શંકા છે કે આવી જ સ્થિતિ બીએમસી ચૂંટણીમાં પણ થઈ શકે છે. બીએમસીના પૂર્વ નેતા વિપક્ષ રવિ રાજાએ કહ્યું કે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં સામેલ દળોને બીએમસી ચૂંટણી પણ મળીને લડવી જોઈએ. તેઓ ચૂંટણીમાં સતત પાછળ પડી રહ્યા છે, તેમણે મક્કમતાથી મેદાનમાં ઉતરવાનું છે.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 08:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK