વિડિયોમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું કોઈ રસ્તા પરથી આવા લોખંડના સળિયા બહાર નીકળવાના ફાયદા સમજાવી શકે છે?
ઘોડબંદર રોડ પર રસ્તામાંથી બહાર આવી ગયેલા સળિયા બાઇકરો માટે ચિંતાનો વિષય બન્યા છે.
થાણેના ઘોડબંદર રોડ પર મુસાફરી કરતા મુસાફરો ગંભીર સલામતીની ચિંતાઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે રસ્તાની ખરાબ હાલત વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકી રહી છે. હવે સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા એક વિડિયોમાં કાપુરબાવડી ફ્લાયઓવર નીચે રસ્તા પરથી લોખંડના સળિયા બહાર નીકળેલા જોવા મળે છે. એનાથી રોજિંદા પ્રવાસીઓમાં નવી ચિંતાઓ ફેલાઈ ગઈ છે. આ ખુલ્લા લોખંડના સળિયાએ પરિસ્થિતિને વધુ ખતરનાક બનાવી દીધી છે, ખાસ કરીને ટૂ-વ્હીલર ચલાવનારાઓ અને રાત્રે મુસાફરી કરતા મોટરિસ્ટો માટે. રોડ્સ ઑફ મુંબઈ દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા આ વિડિયોમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું કોઈ રસ્તા પરથી આવા લોખંડના સળિયા બહાર નીકળવાના ફાયદા સમજાવી શકે છે?
