Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટોલ ટૅક્સમાં કરાયેલો વધારો પાછો ખેંચો, નહીંતર આંદોલનની એમએનએસની ધમકી

ટોલ ટૅક્સમાં કરાયેલો વધારો પાછો ખેંચો, નહીંતર આંદોલનની એમએનએસની ધમકી

15 September, 2023 12:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમએનએસ દ્વારા ટોલનાકા પર ટોલ-વસૂલતી એમઈપી કંપનીના પદાધિકારીને એ બદલ નવેદન પણ આપવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના એન્ટ્રી પૉઇન્ટ પર ગોઠવાયેલા ટોલનાકા પર વર્ષો થયાં ટોલ ટૅક્સ ઉઘરાવાય છે, એટલું જ નહીં, સમયાંતરે એ ટોલ ટૅક્સમાં વધારો પણ થાય છે. હવે એમાં ૧ ઑક્ટોબરથી ફરી પાછો વધારો ઝીંકાયો છે. વર્ષો થવા છતાં ટોલ ટૅક્સ બંધ જ થતો નથી. એટલે હાલમાં જે વધારો કરવામાં આવશે એ પાછો ખેંચાય એ માટે એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના થાણે અને પાલઘર જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવની આગેવાની હેઠળ બુધવારે મુલુંડ ચેકનાકા પર આંદોલન કરવામાં આવ્યું હતું અને ૧૫ દિવસમાં એ ટોલ ટૅક્સના વધારાનો નિર્ણય પાછો ખેંચાય એવી માગણી કરવામાં આવી છે. એમએનએસ દ્વારા ટોલનાકા પર ટોલ-વસૂલતી એમઈપી કંપનીના પદાધિકારીને એ બદલ નવેદન પણ આપવામાં આવ્યું હતું. જો ટોલ ટૅક્સનો વધારો પાછો નહીં ખેંચાય તો એમએનએસ પોતાની સ્ટાઇલમાં તીવ્ર આંદોલન કરશે એવી ચીમકી આપવામાં આવી છે. જોકે મુલુંડ-ઈસ્ટના નવઘર પોલીસે એમએનએસના આંદોલનકારોને તાબામાં લઈ તેમની સામે કાર્યવાહી કરી હતી.

હાલમાં ટોલ ટૅક્સ કાર-જીપ માટે ૪૦ રૂપિયા છે, જેના હવે ૪૫ રૂપિયા થશે. એ જ રીતે લાઇટ મોટર વેહિકલ્સ કે ટેમ્પો માટે ૬૫થી વધીને ૭૫, બસ-ટ્રકના ૧૩૫થી વધારીને ૧૫૦ અને મલ્ટિ-એક્સલ વેહિકલના ૧૬૦થી વધારીને ૧૯૦ રૂપિયા કરવામાં આવશે. 


15 September, 2023 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK