Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લંચ-બૉક્સમાં કાંદા-લસણની આઇટમો ન લાવવાનું કહેનારી સ્કૂલને હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની નોટિસ

લંચ-બૉક્સમાં કાંદા-લસણની આઇટમો ન લાવવાનું કહેનારી સ્કૂલને હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની નોટિસ

Published : 12 September, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંચ-બૉક્સમાં કાંદા-લસણની આઇટમો ન લાવવાનું કહેનારી સ્કૂલને હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની નોટિસ

સેવન સ્ક્વેર ઍકૅડેમી સ્કૂલ

સેવન સ્ક્વેર ઍકૅડેમી સ્કૂલ


પર્યુષણ નિમિત્તે સ્કૂલમાં લંચ-બૉક્સમાં કાંદા, લસણ, બીટ જેવાં કંદમૂળ ધરાવતો નાસ્તો ન આપવા સ્કૂલના પોર્ટલ પર અને વાલીઓના વૉટ્સઍપ પર મેસેજ કરનારી મીરા-ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની સેવન સ્ક્વેર ઍકૅડેમી સ્કૂલને હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી છે. આમ કરીને સ્કૂલ-મૅનેજમેન્ટે રાજ્ય-પ્રશાસનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદ મળ્યા બાદ જિલ્લા શિક્ષણ-અધિકારીએ સ્કૂલને આ સંદર્ભે નોટિસ મોકલી છે અને એનો જવાબ આપવા જણાવ્યું છે. લંચ-બૉક્સમાં કાંદા, લસણ ન લાવવાનો સર્ક્યુલર કયા આધારે કાઢવામાં આવ્યો, પ્રશાસનના નિયમોનો ભંગ થાય છે કે નહીં, આ બાબતે સ્કૂલનું વલણ શું છે એનો ખુલાસો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે માગ્યો છે. સ્કૂલ શું જવાબ આપે છે એ પછી એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.      


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK