બીજા બધા આરોપીઓ પાલઘર, વાડા અને ભિવંડીના હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. બધા જ આરોપીઓ સામે આ પહેલાં પણ ગુના નોંધાયેલા છે.
૬ સશસ્ત્ર લૂંટારા અને શસ્ત્રો પકડાયાં
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસે સોમવારે સાંજે ૭.૧૫ વાગ્યે મીરા રોડના પેણકરપાડામાં આવેલી સનશાઇન હોટેલ પાસેથી ૬ લૂંટારાઓને સશસ્ત્ર ધાડ પાડે એ પહેલાં જ પકડી લીધા હતા એટલું જ નહીં, તેમની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ, ૮ બુલેટ સાથેની બે મૅગેઝિન્સ, બે ફાઇટર પંચ અને દોરી જપ્ત કરી હતી.

ADVERTISEMENT
મારુતિ સ્વિફ્ટ અને થાર ગાડીમાં આવેલા આ લૂંટારાઓમાં કચ્છના આધોઈના રોહિત ખીમજી વણકર ઉર્ફે પરમારનો પણ સમાવેશ થતો હતો. બીજા બધા આરોપીઓ પાલઘર, વાડા અને ભિવંડીના હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. બધા જ આરોપીઓ સામે આ પહેલાં પણ ગુના નોંધાયેલા છે.


