Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નિકાસ બંધ થવાથી સીઝનમાં જ હળદરના ભાવ ઘટાડવા પડ્યા

નિકાસ બંધ થવાથી સીઝનમાં જ હળદરના ભાવ ઘટાડવા પડ્યા

Published : 25 March, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશમાંથી નિકાસ થતી હળદરમાં અડધોઅડધ હિસ્સો મહારાષ્ટ્રનો, કન્ટેનરો અટવાતાં ખેડૂતોને ફટકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે મરાઠવાડામાંથી હળદરની નિકાસ અટવાઈ ગઈ છે. એને કારણે લોકલ બજારમાં હળદરનો ભાવ ૧૬,૫૦૦ રૂપિયાથી ઘટીને ૧૩,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. મસાલા ભરવાની આ સીઝનમાં હળદરનો ભાવ ઘટી જવાથી ખેડૂતોને નુકસાન થયું છે, પણ છૂટક બજારમાં ભાવ ઘટે તો ગૃહિણીઓને લાભ થશે.
મરાઠવાડામાં ઉગાડવામાં આવતી હળદરની નિકાસ ગલ્ફ દેશો અને આફ્રિકન દેશોમાં થાય છે, પરંતુ ગયા મહિને ફાટી નીકળેલા યુદ્ધને કારણે નિકાસ સંપૂર્ણપણે બંધ છે. હિંગોલી જિલ્લામાં લગભગ બે લાખ એકરમાં ઉગાડવામાં આવતી હળદર અહીંનો રોકડિયો પાક છે અને વસમત જાતને ૨૦૨૪માં જિયોગ્રા​ફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે.

હિંગોલી, નાંદેડ, વર્ધા, પરભણી, યવતમાળ અને વાશિમમાં હળદર વાવેતરનો પટ્ટો છે. આ જિલ્લાઓ લગભગ પચીસ લાખ ટન પાકનું ઉત્પાદન કરે છે. ભારતે ૨૦૨૪-’૨૫માં ૩૪૧.૫૪ મિલ્યન ડૉલરની હળદરની નિકાસ કરી હતી, જેમાં એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૧૫૫.૩૫ મિલ્યન ડૉલર હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK