Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક વર્ષમાં MIDCએ ૧૦૭૯ કંપનીઓને પ્લૉટ અલૉટ કર્યા

એક વર્ષમાં MIDCએ ૧૦૭૯ કંપનીઓને પ્લૉટ અલૉટ કર્યા

Published : 23 March, 2026 09:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ કુલ મળી ૩૬૩૮ એકર જમીનના પ્લૉટ અલૉટ કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હાલનાં વર્ષોમાં પહેલી વાર એવું બન્યું છે કે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)એ ૨૦૨૫-’૨૬ના એક જ વર્ષમાં ૧૦૭૯ કંપનીઓને પ્લૉટ અલૉટ કર્યા છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ કુલ મળી ૩૬૩૮ એકર જમીનના પ્લૉટ અલૉટ કરવામાં આવ્યા છે.

MIDCએ આપેલા ડેટામાં જણાવ્યું છે કે એમની પાસે ૨૦,૦૦૦ એકર જમીન અલૉટ કરવા માટે રેડી છે. એ સિવાય ૨૨,૭૩૫ એકર જમીન ઇન્ડસ્ટ્રી માટે ફાળવવાનું નૉટિફાય થઈ ગયું છે. એમાં સૌથી વધુ જમીન પુણેમાં ૧૫,૦૮૫ એકર અને એ પછી વિદર્ભમાં ૪૩૪૯ એકરનો સમાવેશ થાય છે. MIDCના ચીફ પી. વેલારાસુએ કહ્યું હતું કે ‘રાજ્યની ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી-ફ્રેન્ડ્લી પૉલિસીને કારણે મૅન્યુફૅક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રી માટે રાજ્યમાં જમીનની સારીએવી ડિમાન્ડ છે જે દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં રોકાણ કરવા સારું વાતાવરણ છે. MIDCએ MILAAP પોર્ટલ લૉન્ચ કર્યું છે જેનાથી ઇન્વેસ્ટર ઑનલાઇન તેની કંપની માટે પ્લૉટ જોઈ શકે છે, ઇન્ડસ્ટ્રિયલ જમીન માટે અપ્લાય કરી શકે છે અને તેણે કરેલી ઍપ્લિકેશન ડિજિટલી ટ્રૅક પણ કરી શકે છે. એને કારણે બધા જ વચેટિયાની બાદબાકી થઈ ગઈ છે. વળી MIDC પાસે જે ફિક્સ્ડ ડિ​પોઝિટ હતી એમાં પણ વધારો થયો છે. વર્ષની શરૂઆતમાં ફિક્સ્ડ ડિપોઝિટ ૭૩૮૮ કરોડ રૂપિયા હતી એ હવે ૧૧ માર્ચે ૮૫૮૩ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. અમારો ટાર્ગેટ છે કે એ યર એન્ડ સુધીમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય.’


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK