અત્યારે ડ્રગ-પેડલિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ કાર્યવાહી ચાલે છે.
દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA)માં સુધારા કરવાની જાહેરાત કરી છે. ડ્રગ-પેડલિંગમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ સખત પગલાં લેવાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યારે ડ્રગ-પેડલિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ કાર્યવાહી ચાલે છે. એમાં તેમની ધરપકડ બાદ જામીન મંજૂર થાય છે અને જેલની બહાર નીકળતાં જ ફરીથી તેઓ ડ્રગ-પેડલિંગ કરવા લાગે છે. MCOCAમાં સુધારા બાદ આવા આરોપીઓની MCOCA હેઠળ ધરપકડ કરવામાં આવશે, જેથી તેમને સરળતાથી જામીન મળી શકશે નહીં.

