Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીમાં બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ : ૧૪ ટૂ-વ્હીલર્સ બળીને ખાખ

ભિવંડીમાં બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ : ૧૪ ટૂ-વ્હીલર્સ બળીને ખાખ

Published : 17 September, 2026 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભિવંડીના ખંડુપાડા વિસ્તારમાં આવેલા ઉમર અપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગ એરિયામાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં પાર્ક કરાયેલાં ૧૪ જેટલાં ટૂ-વ્હીલર્સ બળીને ખાખ થઈ ગયાં હતાં. આગના કારણે આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતાં ગભરાયેલા રહીશોએ જીવ બચાવવા ટેરેસ તરફ દોટ મૂકી હતી. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં એક મહિલાને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

શાંતિનગર પોલીસ-સ્ટેશન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક દૃષ્ટિએ શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બેઝમેન્ટમાં લાગેલી આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના પગલે ત્યાં પાર્ક કરવામાં આવેલાં ૧૪ જેટલાં મોટરસાઇકલો અને સ્કૂટરો સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયાં હતાં.



પચીસ ફ્લૅટ ધરાવતી આ ઇમારતમાં ધુમાડો ફેલાતાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર ઇમારતના ત્રીજા માળે કેટલીક મહિલાઓનો ધુમાડાને કારણે શ્વાસ રુંધાવા લાગતાં તેમને સુરક્ષિત રીતે અગાસી પર લઈ જવામાં આવી હતી અને બાદમાં એક મહિલાને હૉસ્પિટલમાં ખસેડાઈ હતી.
ફાયરબ્રિગેડની ટીમે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. પોલીસે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK