MNSએ મહાયુતિને સપોર્ટ કર્યો એટલે ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાયા: પાર્ટીએ શરૂઆતમાં કરેલો વિરોધ તેઓ હજી પણ ભૂલ્યા નથી
ખ્યાતિ શાહ
બોરીવલી-વેસ્ટમાં રહેતાં એક ટીનેજરનાં મમ્મી અને છેલ્લાં પાંચ વર્ષથી આર્ટની વર્કશૉપ ચલાવતાં ૪૩ વર્ષનાં ખ્યાતિ શાહ તેમના વોટના બદલામાં ડિજિટલ યુગમાં વધી રહેલા ફ્રૉડ સામે સુરક્ષા ઇચ્છે છે. આ સંદર્ભમાં ખ્યાતિ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘આજે સોશ્યલ મીડિયા ફક્ત યંગ જનરેશનનું જ નહીં, મોટી ઉંમરના લોકો માટે પણ લાઇફલાઇન બની ગયું છે. બધી જ કંપનીઓ ડિજિટલ માર્કેટિંગ કરતી થઈ ગઈ હોવાથી ઑનલાઇન પેમેન્ટ સામાન્ય બની ગયું છે જેનો લેભાગુઓ ફાયદો પણ એટલી જ ઝડપથી ઉઠાવી રહ્યા છે. આજે ફલાણી કંપની ફ્રૉડ નીકળી એમાં મારા પૈસા ડૂબી ગયા એવું રોજ સાંભળવા મળે છે. ખુલ્લેઆમ માલની ગુણવત્તામાં છેતરપિંડી થવા લાગી છે જેની સામે ગ્રાહકોને કાયદાનું રક્ષણ મળતું નથી. આજે નાનામાં નાનો માણસ ડિજિટલ પેમેન્ટ કરતો થઈ ગયો છે. રોજ સેંકડો લોકો સાઇબર ફ્રૉડનો શિકાર બને છે. આજે સરકાર ડિજિટલ ઇન્ડિયા બનાવવા આતુર છે ત્યારે ગ્રાહકોની સુરક્ષા માટે પણ કડક કાયદા બનાવવાની જરૂર છે. ફક્ત કાયદા બનાવીને બેસી જવાથી કંઈ વળશે નહીં, લોકોને સમયસર ન્યાય મળે એ પણ બહુ જ જરૂરી છે. આના માટે લોકજાગરૂતા સાથે લોકોને સાઇબર ફ્રૉડ સામે કેવી રીતે રક્ષણ મળશે, કોણ રક્ષણ આપશે, એની પ્રક્રિયા શું છે જેવી અનેક માહિતી સરકારી ધોરણે મળવી જરૂરી છે. આખી પ્રક્રિયા સરળ બને અને લોકોને એનું પરિણામ જલદી મળે એ માટે સાઇબર ક્રાઇમ સેલને વધુ સત્તા આપવામાં આવે તો જ લોકોને એનો ફાયદો મળશે.’



