• ૮૦૦ ગામને ફટકો • ૨૨૬ લોકોને ઉગારી લેવામાં આવ્યા • ૪ ગામના લોકો ફસાઈ ગયા • વરસાદને કારણે સાતનાં મોત: નાંદેડમાં ૩, બીડમાં ૨, હિંગોલીમાં ૧ અને અકોલામાં એક વ્યક્તિનું મોત
નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકામાં વાદળ ફાટ્યું
• ૮૦૦ ગામને ફટકો • ૨૨૬ લોકોને ઉગારી લેવામાં આવ્યા • ૪ ગામના લોકો ફસાઈ ગયા • વરસાદને કારણે સાતનાં મોત: નાંદેડમાં ૩, બીડમાં ૨, હિંગોલીમાં ૧ અને અકોલામાં એક વ્યક્તિનું મોત • મરાઠવાડામાં ૨૦૫ પશુઓનાં મોત • ૪૮૬ ઘર અને દીવાલો પડી ગઈ • NDRFની એક ટીમ, સૈન્યની એક ટુકડી, સ્ટેટ ડિઝૅસ્ટરની ટીમ અને સ્થાનિક પોલીસ રેસ્ક્યુ ઑપરેશનમાં
ભારે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રને ધમરોળી રહ્યો છે ત્યારે ગઈ કાલે મરાઠવાડાના નાંદેડ જિલ્લાના મુખેડા તાલુકામાં વાદળ ફાટ્યું હતું જેમાં લેંડી નદીમાં પૂર આવતાં મુખેડમાં ભારે નુકસાન થયું છે. આ ભાગમાં ૨૦૬ મિલીમીટર વરસાદ પડ્યો હતો. આ વરસાદને વાદળ ફાટ્યું કહેવાય છે. આખા વિસ્તારમાં બધે જ પાણી-પાણી થઈ જતાં હાહાકાર મચી ગયો હતો. ૮૦૦ ગામને ભારે વરસાદનો ફટકો પડ્યો હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે. હજી બે દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી પ્રશાસને સાવચેતીનાં પગલાં લીધાં છે. મુખેડમાં રેસ્ક્યુ ઑપરેશન કરવા માટે સ્થાનિક એજન્સીઓ સાથે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (NDRF) કાર્યરત હતી. એ ઉપરાંત સૈન્યની મદદ પણ લેવામાં આવી હતી.
ADVERTISEMENT
છત્રપતિ સંભાજીનગરના બીડ, લાતુર, નાંદેડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ છે. સૌથી વધુ નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. હસનાળ ગામના પાંચ જણ મિસિંગ હતા એમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને અન્યોની શોધખોળ ચાલી રહી છે. ૧૫૦ પશુઓ તણાઈ ગયાં છે. અનેક ગામમાં લોકો અટવાઈ ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તાલુકાના ભિંગોલી, ભેંડેગાવ, હસનાળ, રાવણગાવ, ભાસવાડી સાંગવી, ભાદેવ ગામની ચારે તરફ પાણી ફરી વળ્યાં હતાં.


