ડાયરેક્ટ ચૂંટાઈ આવેલા નગરાધ્યક્ષને સભ્યપદ અને વોટિંગનો અધિકાર આપતો પ્રસ્તાવ મંત્રમંડળની બેઠકમાં પસાર
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મંત્રીમંડળે બુધવારે રાજ્યની નગરપાલિકાઓમાં ડાયરેક્ટ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવેલા નગરાધ્યક્ષને નગરપાલિકાના સભ્ય બનાવવા અને તેમને મતદાનનો અધિકાર આપતા કાયદામાં સુધારાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ધ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કાઉન્સિલ્સ, નગર પંચાયત્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ ઍક્ટ 1965માં એથી હવે સુધારો થશે એમ ચીફ મિનિસ્ટર્સ ઑફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કાયદામાં આ સુધારો કરવા બદલ વટહુકમ ઇશ્યુ કરાયો હતો.
આ જ મહિનાની શરૂઆતમાં રાજ્યની ૨૮૮ નગરપરિષદો અને નગરપંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડપણ હેઠળની મહાયુતિએ ૨૦૭ નગરાધ્યક્ષની બેઠક મેળવી છે અને ૬૮૫૧ બેઠકોમાંથી ૪૪૨૨ બેઠકો જીતી હતી.


