Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાવિત્રીબાઈ ફુલે પર વિવાદિત લેખ થકી NCP ઊગ્ર, કમિશનર પાસે કરી કાર્યવાહીની માગ

સાવિત્રીબાઈ ફુલે પર વિવાદિત લેખ થકી NCP ઊગ્ર, કમિશનર પાસે કરી કાર્યવાહીની માગ

Published : 31 May, 2023 09:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અજિત પવારે (Ajit Pawar) બુધવારે મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે એનસીપી પ્રતિનિધિમંડળ સાથે મળીને એક લિસ્ટ સોંપ્યું.

અજિત પવાર (તસવીર સૌજન્ય મિડ-ડે)

અજિત પવાર (તસવીર સૌજન્ય મિડ-ડે)


મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અજિત પવારે (Ajit Pawar) બુધવારે મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે એનસીપી પ્રતિનિધિમંડળ સાથે મળીને એક લિસ્ટ સોંપ્યું. અજિત પવારે સાવિત્રીબાઈ ફુલે વિરુદ્ધ વિવાદિત લેખ છપાવનારા વેબ પોર્ટલ અને તેમના લેખકો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

એનસીપીના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળે બુધવારે મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકર સાથે મુલાકાત કરી અને મહાન સમાજ સુધારક તછા ભારતના અગ્રણી મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલે પર અપમાનજનક લેખ પ્રકાશિત કરનારી બે વેબસાઈટ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી. એનસીપીના મહારાષ્ટ્ર પ્રમુખ અધ્યક્ષ જયંત પાટિલ, વિપક્ષના નેતા અજિત પવાર, વરિષ્ઠ નેતા છગન ભુજબળ, સાંસદ સુનીલ તટકરે અને અન્ય લોકોના પ્રતિનિધિમંડળે ફણસલકરને બે પાનાંનું લિસ્ટ સોંપ્યું, જેમાં વેબસાઈટના નામ અને તેમની વાંધાજનક ટિપ્પણીઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે.



આપવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યું છે કે ભારદ્વાજ હોવાનો દાવો કરનારા એક શખ્સે સાવિત્રીબાઈ (1831-1897) વરિુદ્ધ- જેમને 1850ના મધ્યથી મહિલા શિક્ષણના અગ્રણી માનવામાં આવે છે. - વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે રાજ્ય અને દેશમાં પૂજનીય છે.


નારાજ પવારે કહ્યું, ટિપ્પણીઓ એટલી ખરાબ છે કે તેમનો ઉલ્લેખ પણ કરી શકાય તેમ નથી અને આ વિશે વાત કરવામાં ક્ષોભ અનુભવાય છે. અમે પોલીસને અરજી કરી કે બન્ને વેબસાઈટ, લેખક પર તરત કેસ નોંધવામાં આવે અને બધા મીડિયા પ્લેટફૉર્મ પરથી લેખને ખસેડી દેવામાં આવે.

આ પહેલા, ભુજબળે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ફણસલકરને એક પત્ર લખ્યો હતો, જેમાં જાન્યુઆરી 2022ના લેખોમાં સાવિત્રીબાઈ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેમાં એક શિક્ષક તરીકે તેમની સાખ પર પ્રશ્ન ઊઠાવ્યો હતો. ભુજબળે જણાવ્યું કે એનસીપીએ કાર્યવાહી કરવાની માગ કરી અને સરકાર અને પોલીસને પર્યાપ્ત સમય આપ્યો પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તેમણે કહ્યું કે ભારતીય ઇતિહાસને પુનર્વ્યવસ્થિત કરવા અને નષ્ટ કરવાનો પ્રયત્ન કરનારી વેબસાઈટ દ્વારા મહાન શિક્ષકને બદનામ કરવાનો પ્રયત્ન સૌથી વધારે નિંદનીય, અપમાનજનક અને દુઃખદ હતો.


આ પણ વાંચો : Mumbaiમાં હ્રદયદ્રાવક ઘટના, ધારાવીમાં શખ્સે મહિલાને લગાડી આગ, આરોપીની ધરપકડ

લેખો સોશિયલ મીડિયા પર એક ઉગ્ર વિવાદ શરૂ કર્યો છે, જેમાં અનેક લેખકોએ પ્રતિષ્ઠિત સમાજ સુધારક વિરુદ્ધ અપમાનજનક સંદર્ભો અને અપમાનજનક આક્ષેપો માટે લેખકોની ટીકા કરી છે, અને એક એકેડેમિક ટ્રેલ-બ્લેઝર તરીકે તેમના ઐતિહાસિક યોગદાન પર પ્રશ્ન ઊઠાવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 09:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK