મુંબઈમાં (Mumbai) એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના ધારાવી વિસ્તારમાં (Dharavi area) એક શખ્સે એક મહિલાને આગ (Fire) લગાડી દીધી. જેથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં (Mumbai) એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના ધારાવી વિસ્તારમાં (Dharavi area) એક શખ્સે એક મહિલાને આગ (Fire) લગાડી દીધી. જેથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી દીધી છે.
મુંબઈ પોલીસે (Mumbai Police) જણાવ્યું કે, મુંબઈના ધારાવી વિસ્તારમાં એક 20 વર્ષીય મહિલાને બાળી નાખવાના આરોપમાં નંદકિશોર પટેલ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેના વિરુદ્ધ આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયત્ન) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 70 ટકા બળી ગયેલી મહિલાને ગંભીર સ્થિતિમાં સાયન હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. અધિનિયમ પાછળનું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
Maharashtra | A man, Nandkishore Patel arrested for setting ablaze a 20-year-old woman in Dharavi area of Mumbai. Case registered against him u/s 307 (attempt to murder) of the IPC. The woman admitted to Sion Hospital under critical condition with 70% burns. Police investigation…
— ANI (@ANI) May 31, 2023
આ પણ વાંચો : Mumbai- MMRDAનું 24 કલાક ચાલનાર મૉનસૂન ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ 1 જૂનથી થશે શરૂ
જણાવવાનું કે મુંબઈ સહિત ઉપનગરીય શહેરોમાં મહિલાઓ સુરક્ષિત નથી. આ ગુના વધતા જાય છે. દરરોજ કોઈકની કોઈકની સાથે કંઇકને કંઇક ખોટું થયા કરે છે. કેટલીય મહિલાઓની હત્યા થઈ રહી છે. ક્યાંક મહિલાઓ સાથે લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. ફરી એકવાર મુંબઈમાંથી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. હજી તો દિલ્હીની ઘટના લોકોની આંખ સામેથી ઊતરી નથી ત્યાં મુંબઈના ધારાવીમાંથી સામે આવેલી આ ઘટના ખરેખર આઘાતજનક છે.