મહારાષ્ટ્ર (Maharashtra Politics)ની કલામનુરી વિધાનસભાના ધારાસભ્ય સંતોષ બાંગરે તાજેતરમાં જ હિંગોલી જિલ્લામાં જિલ્લા પરિષદ શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં ધારાસભ્યએ બાળકોને કહ્યું કે, `જો તમારા માતા-પિતા મને આગામી ચૂંટણીમાં વોટ ના આપે તો...
સંતોષ બાંગર
કી હાઇલાઇટ્સ
- એકનાશ શિંદેના ધારાસભ્ય સંતોષ બાંગર ભૂલ્યા ભાન
- શાળાની મુલાકાત દરમિયાન બાળકોને કહ્યું માતા-પિતા પાસે કરો આવી જીદ
- વિપક્ષ નેતાઓએ કાર્યવાહીની કરી માંગ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્યએ બાળકોને કંઈક એવું કહ્યું છે, જેનાથી વિવાદ છેડાઈ ગયો છે. હકીકતમાં, ધારાસભ્યએ બાળકોને કહ્યું હતું કે `જો તેમના માતા-પિતા મને મત ન આપે તો તેમણે ખાવાનું બંધ કરી દેવું જોઈએ!` શિવસેનાના ધારાસભ્યના આવા નિવેદનથી વિવાદ ઉભો થયો છે અને વિરોધ પક્ષોએ શિવસેનાના ધારાસભ્ય સામે કાર્યવાહીની માંગ કરી છે.