° °

આજનું ઇ-પેપર
Sunday, 27 November, 2022


અજિત પવારે કૉન્ગ્રેસના વિધાનસભ્યો અને પ્રધાનોનાં વિકાસકાર્યોનાં ભંડોળ અટકાવી પરેશાન કર્યા : પટોલે

24 June, 2022 11:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેનાના કેટલાક નારાજ વિધાનસભ્યોએ એનસીપી પર તેમને વિકાસલક્ષી કાર્યો માટે ભંડોળ આપવાનો ઇનકાર કરી દીધો હોવાનો દાવો કર્યો એના સંદર્ભમાં નાના પટોલેએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું

ફાઇલ તસવીર Maharashtra Political Drama

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ ઘેરી બની છે એ સમયે રાજ્ય કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ ગુરુવારે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના સિનિયર નેતા અજિત પવાર પર કૉન્ગ્રેસના વિધાનસભ્યો અને પ્રધાનોનું વિકાસલક્ષી ભંડોળ અટકાવી રાખીને તેમને પરેશાન કરવાનો આક્ષેપ મૂક્યો હતો.શિવસેનાના કેટલાક નારાજ વિધાનસભ્યોએ એનસીપી પર તેમને વિકાસલક્ષી કાર્યો માટે ભંડોળ આપવાનો ઇનકાર કરી દીધો હોવાનો દાવો કર્યો એના સંદર્ભમાં નાના પટોલેએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

નાના પટોલેએ કહ્યું હતું કે ‘અજિત પવારે કૉન્ગ્રેસના વિધાનસભ્યો તથા પ્રધાનોને પણ પરેશાન કર્યા હતા. અમે આવી પ્રવૃત્તિનો વિરોધ કરતાં કહ્યું હતું કે સરકાર પ્રજાના કલ્યાણ માટે છે. આવી પ્રયુક્તિઓ સામેનો અમારો વિરોધ રાજકીય નહોતો.’

આ આક્ષેપ અંગે એનસીપીના નેતા અને પ્રધાન છગન ભુજબળે પ્રતિક્રિયા આપી હતી કે ‘પક્ષની અંદર પણ નેતાઓ એકમેક સામે ફરિયાદો કરતા રહેતા હોય છે. આથી આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર નથી.’

24 June, 2022 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નાના પટોલેનો ભાજપ પર વાર, ક્હ્યું- મજાક ઉડાવનાર એક...

કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું કે આ પાર્ટીનો આંતરિક મામલો છે. રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા નથી ચાહતા આ વાત મીડિયાના માધ્યમથી સામે આવી રહી છે. જો અશોક ગેહલોત પાર્ટીના પ્રમુખ બને તો પણ કોઈ સમસ્યા નથી.

25 August, 2022 01:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Maharashtra: નાના પટોલેનો ભાજપ પર આક્ષેપ, કહ્યું મને બદનામ કરવામાં આવી રહ્યો છે

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમનું નામ એડવોકેટ સતીશ ઉકે સાથે જોડીને તેમને અને તેમની પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

02 April, 2022 02:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નાના પટોલેની મોદી અંગની ટિપ્પણીનો વિરોધ કરતા મુંબઇ BJP પ્રમુખને અટકમાં લેવાયા

મંગળવારે લોઢાની આગેવાની હેઠળના મુંબઈ ભાજપના પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક નિવેદન આપવા બદલ પટોળે વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી હતી.

20 January, 2022 10:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK