બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી રાજ ઠાકરેની પાર્ટીને એક બેઠક ફાળવે છે કે કેમ એના પર સૌની નજર રહેશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ખાલી પડેલી પાંચ બેઠક માટે ગઈ કાલે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ગયા વર્ષે યોજાયેલી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ પક્ષોના વિધાન પરિષદના સભ્યો ચૂંટાઈ આવ્યા હતા એટલે પાંચ બેઠક ખાલી છે એ માટે ૨૭ માર્ચે ચૂંટણી યોજવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી રાજ ઠાકરેની પાર્ટીને એક બેઠક ફાળવે છે કે કેમ એના પર સૌની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દટકે, ગોપીચંદ પડળકર અને રમેશ કરાડ; શિવસેનાના આમશા પાડવી અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના રાજેશ વિટેકર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આથી વિધાન પરિષદની આ પાંચ બેઠક ખાલી પડી છે.


