Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૪ કલાકમાં જ ઑનલાઇન પોર્ટલ પર FDAને મળી ૧૦ લાખ ફરિયાદો

૨૪ કલાકમાં જ ઑનલાઇન પોર્ટલ પર FDAને મળી ૧૦ લાખ ફરિયાદો

Published : 20 July, 2026 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અસ્વચ્છ ફૂડ-આઉટલેટ્સ વિરુદ્ધ સૌથી વધુ ફરિયાદ પુણેકરોએ કરી

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ઑનલાઇન પોર્ટલને લોકોનો જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે અને લાખો લોકોએ અેમાં પોતાની ફરિયાદો રજિસ્ટર કરી છે. અેમાં પણ અસ્વચ્છ ફૂડ-આઇટમ્સ વિશેની સૌથી વધુ ફરિયાદ પુણેથી આવી હોવાનું FDA કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું. 

તુકારામ મુંઢેએ જણાવ્યા અનુસાર ‘FDA દ્વારા અસ્વચ્છતા રાખતાં રેસ્ટોરાં અને ફૂડ-આઉટલેટ્સ વિરુદ્ધ લોકો ફરિયાદ કરી શકે એ માટે શરૂ કરાયેલા ઑનલાઇન પોર્ટલ



complaints.mahafda.in પર ૨૪ જ કલાકમાં ૧૦ લાખ કરતાં વધુ ફરિયાદો મળી હતી જેમાંથી સૌથી વધુ ફરિયાદો પુણેથી મળી હતી. પુણેના મહરટ્ટા ચેમ્બર ઑફ કૉમર્સ ઇન્ડસ્ટ્રી ઍન્ડ અૅગ્રિકલ્ચર (MCCIA)માં ફૂડ સેફ્ટી કૉન્ફરન્સ દરમ્યાન વાત કરતાં તેમણે આ માહિતી આપી હતી. 


ઉલ્લેખનીય છે કે ૧૫ જુલાઈએ FDA દ્વારા લોકો તેમની ફરિયાદો નોંધાવી શકે એ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગ્રીવન્સ પોર્ટલ લૉન્ચ કર્યું હતું. એ લૉન્ચ થયાના ૨૪ જ કલાકમાં ૧૦ લાખ કરતાં વધુ ફરિયાદો મળી હોવાનું તુકારામ મુંઢેએ જણાવ્યું હતું. આ પોર્ટલ મારફત લોકોની ફરિયાદોનો ઝડપી નિકાલ થઈ શકે અે હેતુએ લૉન્ચ કરાયું હતું. 

અમેરિકન મૉડલ અપનાવવાની તૈયારી, અમેરિકાને આપશે ટક્કર FDA
તુકારામ મુંઢેએ અમેરિકાની FDA વેબસાઇટનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘એમના પોર્ટલનો મેં અભ્યાસ કર્યો છે જે જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો છું. અેમાં ગ્રાહકોની ફરિયાદ ઉપરાંત રિયલ ટાઇમ અલર્ટ જેવી સુવિધા છે. આપણે પણ એક ઇન્ટિગ્રેટેડ પોર્ટલ તૈયાર કરી રહ્યા છીઅે જેમાં લાઇસન્સિંગ ઉપરાંત બધી જ પ્રક્રિયા લોકો જોઈ શકશે. છ મહિના કે એક જ વર્ષમાં આપણી સિસ્ટમ ભલે અમેરિકાની FDA કરતાં વધુ પ્રભાવશાળી નહીં, પણ અેના જેટલી પ્રભાવશાળી તો બની જ જશે.’ 


નિયમોનો ભંગ કરનારાનો રેકૉર્ડ રાખવા માટે ‘બ્લૉક ચેઇન ટેક્નૉલૉજી’
જે સંસ્થાઓ દ્વારા ભૂતકાળમાં ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરાયું હોય તથા અેમના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હોય અેમના રેકૉર્ડ્‍સ રાખવા માટે બ્લૉક ચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે પણ વિચાર ચાલી રહ્યો છે. આ ટેક્નૉલૉજી દ્વારા મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય એની ખાતરી કરવામાં વધુ મદદ મળશે. 

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK