જાણીતા અખબારમાં કામ કરી ચૂકેલા પૂર્વ ફોટોગ્રાફરની નાગપુરમાં ધોળા દિવસે ગોળી મારી હત્યા (Nagpur Murder)k કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા 3 સપ્તાહમાં 18 લોકોની હત્યા કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- નાગપુરમાં ફરી એક હત્યાની ઘટના આવી સામે
- પૂર્વ પ્રેસ ફોટોગ્રાફરના ઘરમાં ઘુસી હુમલાખોરો મારી ગોળી
- આરોપીની શોધખોળમાં લાગી નાગપુર પોલીસ
Nagpur Murder: મહારાષ્ટ્રમાં દિન-પ્રતિદિન ક્રાઈમ અને મર્ડરની ઘટનાઓ વધી રહી છે. લોકો ખુલ્લેઆમ ગમે તેનો જીવ લઈ રહ્યાં છે. નાગપુરમાં એક પૂર્વ પ્રેસ ફોટોગ્રાફરના ઘરમાં ઘૂસણખોરી કરીને ધોળા દિવસે ગોળી મારીને તેની હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલમાં પોલીસે આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા છે તેમજ હત્યા પાછળના કારણની તપાસ કરી રહી છે.
વિનયે ઘણા વર્ષો મોટા અખબારોમાં કામ કર્યું છે
ADVERTISEMENT
વિનય ઉર્ફે બબલુ પુણેકર નામના ફોટોગ્રાફર મહારાષ્ટ્રના નાગપુરના રાજનગર વિસ્તારમાં રહેતા હતા. તેમણે શહેરના એક મોટા અખબારમાં ઘણા વર્ષો સુધી ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે. શનિવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને તેણે વિનયને બંદૂક વડે ગોળી મારી હતી. ઘટના સમયે વિનય ઘરે એકલા જ હાજર હતા. ગોળી મારીને હત્યા કર્યા બાદ આરોપી સીસીટીવીમાં કેદ થયો છે.
આરોપીઓની શોધ ચાલુ છે
ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટના બાદ વિસ્તારના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસને માહિતી આપ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. શહેરના ડીસીપી રાહુલ મદનેએ કહ્યું કે ટૂંક સમયમાં જ સીસીટીવીની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત મૃતકના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હત્યા પાછળનું કારણ પણ શોધી રહી છે. લાગી રહ્યું છે કે નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં છેલ્લા 3 સપ્તાહમાં 18 લોકોની હત્યા કરવામાં આવી છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા મુંબઈમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્રની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. અભિષેક ઘોસાલકર ગુરુવારે ફેસબુક લાઈવ ચેટમાં ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન હુમલાખોરે તેના પર ગોળીબાર(Shiv Sena Leader`s Son Shot) કર્યો હતો. અભિષેક પર ગોળીબાર કર્યા બાદ આરોપીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક આરોપીની ઓળખ મૌરિસ નોરોન્હા તરીકે થઈ હતી. તેઓ મોરિસ ભાઈ તરીકે જાણીતા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે આ હુમલો મોરિસની ઓફિસમાં થયો હતો. મોરિસે જ અભિષેક ઘોષલકરને ફેસબુક લાઈવ ચૅટ પર ચર્ચા માટે પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો.

