Maharashtra: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે એક ભારતીય અને એક રશિયન કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સહયોગ નાના મોડ્યુલર રિએક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્ય (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દાવોસની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વિશ્વભરના રોકાણકારો સાથે ચર્ચા કરી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં રોકાણ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ઘણી કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અને ભવિષ્યમાં આ કંપનીઓ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ રોકાણ કરવા ઉત્સુક છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે એક ભારતીય અને એક રશિયન કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સહયોગ નાના મોડ્યુલર રિએક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેથી રાજ્યની વધતી જતી વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળશે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં ફર્સ્ટ એસ. એમ. આર. પ્રોજેક્ટની સંભાવના
નાના ક્લસ્ટરો દ્વારા પરમાણુ ઊર્જાની અંગે જ્યારે દેવેન્દ્ર ફડણવીસને (Maharashtra) પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે, "અમે આ વિષય પર પણ વિચાર કર્યો છે. અને એનો ફર્સ્ટ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવે તેવી શક્યતા છે. આનું કારણ એ છે કે અમે ભારતીય સરકારની માલિકીની કંપની તેમજ રશિયન કંપની સાથે એમઓયુ પર સહી કરી છે"
પ્રોજેક્ટ થકી ભવિષ્યમાં વીજળીની માંગને પહોંચી વળાશે
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "હવે પરમાણુ ઊર્જાના ઉપયોગને જોતાં નવા ઈનોવેશન્સ સાથે નાના મોડ્યુલર રિએક્ટર્સ (એસ. એમ. આર.) વિકસાવવાની યોજના બનાવી રહ્યા છીએ. એસ. એમ. આર. એ વીજળીની મોટી માંગને પહોંચી વળવાનો એક માર્ગ છે. કારણ કે નજીકના જ ભવિષ્યમાં (Maharashtra) વીજળીની માંગ થવાની છે. ખાસ કરીને જ્યારે ડેટા સેન્ટર્સ, સર્ક્યુલર ઇકોનોમી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાનગી ક્ષેત્ર અને નાણાકીય સંસ્થાઓની મદદ મળી રહી છે ત્યારે અમે આ યોજના કરી શકીએ છીએ"
Maharashtra: તે ઉપરાંત તમને જણાવી દઈએ કે ચાલી રહેલ દાવોસ સમિટમાં ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)ના વડા પ્રદીપ કુમાર દાસે ગઇકાલે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી મજબૂત સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમ વિશ્વ માટે એક બેન્ચમાર્ક બની ગઈ છે. ભારતે વૈશ્વિક કંપનીઓ માટે હરિત ઊર્જા પરિયોજનાઓમાં રોકાણ કરવા માટે એક આદર્શ વાતાવરણ ઊભું કર્યું છે. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) પ્રદીપ કુમાર દાસે જણાવ્યું હતું કે, "અમે અહીં ઇકોસિસ્ટમ વિશેના વિચારો શેર કરવા માટે આવ્યા છીએ જે ભારત સરકારે છેલ્લા ૧૦-૧૧ વર્ષોમાં વિકસાવી છે. છેલ્લા એક દાયકામાં અને તેનાથી આગળ ભારતમાં જે રીતે રિન્યુએબલ્સનું વિસ્તરણ થયું છે તે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઇકોસિસ્ટમમાંથી શીખવા માટે વૈશ્વિક ખેલાડીઓ માટે એક ઉદાહરણ છે."
વધુમાં, પાલઘર, રાયગઢ અને ખારબાવના (Maharashtra) મુખ્ય કોરિડોરમાં ટકાઉ, લો-કાર્બન ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સેમ્બકોર્પ ડેવલપમેન્ટ લિમિટેડ, સિંગાપોર સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ પુરાવા આધારિત મેટ્રોપોલિટન ગવર્નન્સ માટે ઓપન-સોર્સ ડિજિટલ કનેક્શન બનાવવા માટે પણ જર્મનીની ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિક (TUM) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.


