HSRP સામાન્ય ભાષામાં ‘IND’ અથવા ઇન્ડિયા નંબરપ્લેટ તરીકે પણ ઓળખાય છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની સૂચના મુજબ આજથી હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવેલી નહીં હોય એવાં વાહનો સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની સૂચના મુજબ ૩૦ જૂનની અંતિમ મુદત પૂરી થયા બાદ ૨૦૧૯ની પહેલી એપ્રિલ પહેલાં નોંધાયેલાં જે વાહનો HSRP વગરનાં માલૂમ પડશે એમને દંડ ફટકારવામાં આવશે. જોકે જે વાહનમાલિકોએ ૩૦ જૂન કે એ પહેલાં HSRP ફિટમેન્ટ માટે ઑફિશ્યલ અપૉઇન્ટમેન્ટ બુક કરાવી લીધી હશે તેમને આ ઝુંબેશમાંથી કામચલાઉ રાહત આપવામાં આવશે.
આ ઉપરાંત જે વાહનોમાં HSRP ફિટ કરવામાં આવી નહીં હોય એમને રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની અનેક મહત્ત્વની સર્વિસનો લાભ મળશે નહીં. એમાં વાહનની માલિકીની ફેરબદલી (ટ્રાન્સફર), સરનામું બદલવું, લોન માટે હાઇપોથેકેશન ઉમેરવું કે રદ કરવું, રી-રજિસ્ટ્રેશન, પરમિટ રિન્યુઅલ જેવી સર્વિસ અટકાવી દેવામાં આવશે. જોકે આ નિયંત્રણ વાહનના ફિટનેસ-સર્ટિફિકેટના રિન્યુઅલને લાગુ પડશે નહીં.
ADVERTISEMENT
HSRP સામાન્ય ભાષામાં ‘IND’ અથવા ઇન્ડિયા નંબરપ્લેટ તરીકે પણ ઓળખાય છે. વાહનોની ચોરી અટકાવવા અને એમની ઓળખમાં સમાનતા લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે ૨૦૧૯ની પહેલી એપ્રિલથી નવા નોંધાયેલા દરેક વાહન માટે HSRP ફરજિયાત બનાવી છે.
1000 - કારમાં HSRP નહીં હોય તો આટલા રૂપિયા દંડ થશે
