એક સમયે અધ્યયન સુમને કંગના પર કાળો જાદુ કરતી હોવાનો આરોપ કર્યો હતો, શેખર સુમને પણ કંગના પર શારીરિક-માનસિક યાતનાનો આરોપ લગાવ્યો હતો
શેખર સુમન
ઍક્ટર શેખર સુમને ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિધિવત્ પ્રવેશ કરી લીધો છે ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમે BJPની લોકસભાની ઉમેદવાર કંગના રનૌતનો પ્રચાર કરવા જશો? એનો જવાબ તેમણે હકારમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘જો કંગના મને બોલાવે તો હું કેમ ન જાઉં? બિલકુલ જઈશ. આ તો મારી ફરજ છે અને હક પણ છે.’
જોકે ભૂતકાળમાં કંગના અને શેખર સુમનના ઘણા ઝઘડા થઈ ચૂક્યા છે. શેખર સુમનનો દીકરો અધ્યયન અને કંગના ફિલ્મ ‘રાઝ : ધ મિસ્ટરી કન્ટિન્યુઝ’ પછી ૨૦૦૮ની આસપાસ એકબીજાને ડેટ કરતાં હતાં. જોકે પછીથી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું અને અધ્યયન સુમને કંગના પર ઘણા આરોપ લગાવ્યા હતા કે તે કાળો જાદુ કરે છે. શેખર સુમને પણ આરોપ લગાવ્યા હતા કે કંગનાએ મારા દીકરાને શારીરિક અને માનસિક યાતના આપી છે અને તેને અમારા ઘરથી દૂર રાખતી હતી.
ADVERTISEMENT
જોકે હવે જ્યારે શેખર સુમને આવું કહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયામાં પણ ઘણાં મીમ બનવા લાગ્યાં છે.