ઉત્તર પશ્ચિમ મુંબઈની જે સીટ પર રવીન્દ્ર વાયકર ફક્ત 48 મતના અંતરથી વિજેતા જાહેર થયા. તેના પર 15 હજારથી વધારે મતદાતાઓએ નોટાની પસંદગી કરી હતી. આ સિવાય વંચિત બહુજન આઘાડી (વીબીએ) ઉમેદવારને 10 હજારથી વધારે મત મળ્યા.
નોટા માટે વાપરવામાં આવેલી તસવીર
ઉત્તર પશ્ચિમ મુંબઈની જે સીટ પર રવીન્દ્ર વાયકર ફક્ત 48 મતના અંતરથી વિજેતા જાહેર થયા. તેના પર 15 હજારથી વધારે મતદાતાઓએ નોટાની પસંદગી કરી હતી. આ સિવાય વંચિત બહુજન આઘાડી (વીબીએ) ઉમેદવારને 10 હજારથી વધારે મત મળ્યા. મુંબઈની છ સીટમાંથી ત્રણ સીટ પર કાંટાની ટક્કર હતી. ત્યાં જીતનો ફરક 30 હજાર મતથી પણ ઓછો હતો.
ઉત્તર પશ્ચિમ મુંબઈની જે સીટ પર રવીન્દ્ર વાયકર માત્ર 48 મતોના ફરકથી વિજેતા જાહેર કર્યા તે સીટ પર 15 હજારથી વધારે મતદાતાઓએ નોટાની પસંદગી કરી. આ સિવાય વંચિત બહુજન આઘાડી (વીબીએ) ઉમેદવારને 10 હજારથી વધારે મત મળ્યા.
ADVERTISEMENT
મુંબઈની છ સીટમાંથી ત્રણ પર કાંટાની ટક્કર હતી. ત્યાં જીતનો ફરક 30 હજાર મતથી પણ ઓછો હતો. કાંટાની ટક્કર અને દરેક રાઉન્ડમાં ફ્લૉપ થયા બાદ શિવસેના (યૂબીટી)ના અમોલ કીર્તિકર શિંજેના નેતૃત્વવાળી શિવસેનાએ પોતાના પ્રતિદ્વંદ્વી વાયકરનથી એક મતથી આગળ હતા. પણ પોસ્ટલ બેલેટ વોટની ગણતરી બાદ ચૂંટણી પંચે વાયકરને 48 મતથી વિજયી જાહેર કરી દીધા.
આ પછી બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વીબીએ ઉમેદવારને 10,052 મત મળ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. આ ચૂંટણીમાં મુંબઈના છ મતવિસ્તારમાં કુલ 75,263 મતદારોએ ઉમેદવારો પ્રત્યે પોતાનો રોષ નોંધાવવા માટે નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
તેની અસર સાત મતવિસ્તારના પરિણામ પર પડી
પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન અઘાડી (વીબીએ) એ ભલે મહારાષ્ટ્રમાં લોકસભાની કોઈ બેઠક જીતી ન હોય, પરંતુ તેણે ઓછામાં ઓછી સાત બેઠકોના પરિણામોને પ્રભાવિત કર્યા હતા. જો વીબીએ મહા વિકાસ અઘાડી (એમવીએ) માં જોડાઈ હોત તો આ સાત મતવિસ્તારોમાંથી કેટલાક વિપક્ષના ગઠબંધનમાં જઈ શક્યા હોત. આમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં બે વર્ષમાં શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં પડેલા ભાગલા જનતાને પસંદ નથી આવ્યા. લોકોએ ભાગલા બાદની શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવારને બદલે આ પક્ષોના મૂળ નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર વધુ વિશ્વાસ રાખીને મતદાન કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. આથી મહારાષ્ટ્રની ૪૮ બેઠકમાંથી BJPને સાથી પક્ષો સાથે અગાઉ જ્યાં ૪૧ બેઠક મળી હતી એની સામે આ વખતે માત્ર ૧૭ જ બેઠક મળી છે. વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીને ૩૦ બેઠક મળી છે તો એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે.
રાજ્યમાં કૉન્ગ્રેસને સૌથી વધુ ૧૩, BJPને ૯, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે - UBT)ને ૯, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને ૮, શિવસેનાને ૭ અને NCPને એક બેઠક મળી છે. સાંગલીની બેઠક પર કૉન્ગ્રેસમાં બળવો કરનારા વિશાલ પાટીલ અપક્ષ ચૂંટાઈ આવ્યા છે. મહાવિકાસ આઘાડીમાં સૌથી મોટો ફાયદો કૉન્ગ્રેસને થયો છે. ૨૦૧૯માં રાજ્યમાં એક બેઠક હતી એની સામે આ વખતે રાજ્યના સૌથી મોટા પક્ષ તરીકે એ ઊભરી આવી છે.

