છેલ્લા એક વર્ષમાં હલકી ગુણવત્તાવાળી દવા વેચવા બદલ રાજ્યના ૧૭૬ રીટેલર અને ૩૯ હોલસેલરનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યાં છે.
પ્રતીકાત્મક તસવીર
વિધાનસભામાં ગઈ કાલે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) મિનિસ્ટર નરહરિ ઝિરવળે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અમીત સાટમે કરેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષમાં હલકી ગુણવત્તાવાળી દવા વેચવા બદલ રાજ્યના ૧૭૬ રીટેલર અને ૩૯ હોલસેલરનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ૧૩૬ રીટેલર અને ૯૩ હોલસેલરની તપાસ કરવામાં આવી હતી. સબસ્ટાન્ડર્ડ કફ સિરપ વેચવા બદલ તેમને શોકૉઝ નોટિસ આપવામાં આવી હતી.’


