પંદરમા માળેથી જીવ આપવા તત્પર બનેલી યુવતીને બચાવી લીધી ફાયર-આૅફિસરે : બૉયફ્રેન્ડની ચીટિંગને કારણે હતાશ થઈ ગયેલી યુવતીને બે કલાક ધીરજ ધરીને મનાવી અને ઉગારી લીધી
ફાયર-આૅફિસર અમિત પડવળ.
કાંદિવલી-વેસ્ટમાં આવેલી બાવીસ માળની એક હાઇરાઇઝ બિલ્ડિંગના પંદરમા માળે રહેતી પચીસ વર્ષની મહિલા તેના પાર્ટનરે તેની સાથે છેતરપિંડી કરતાં હતાશામાં બેડરૂમની બારીમાંથી જીવન ટૂંકાવવા છજ્જા પર આવી ગઈ હતી, પણ તે કૂદે એ પહેલાં જ ફાયર-બ્રિગેડ આવી ચડી હતી. કાંદિવલી ફાયર-બ્રિગેડના ઑફિસર અમિત પડવળે બે કલાક સુધી તેની સાથે વાતો કરી તેને હિંમત આપી કે તેની ફરિયાદને ગણતરીમાં લેવાશે, તેના પાર્ટનર સામે કાર્યવાહી થશે. એટલું જ નહીં, મહિલાને કહ્યું કે હું તારા ભાઈ જેવો છું, તને ન્યાય અપાવીશ. આમ બે કલાક સુધી વાતો કરી તેને નીચે ઝંપલાવતાં રોકી હતી. દરમ્યાન ફાયર-બ્રિગેડના બીજા ઑફિસર અને તેમની ટીમે તૈયારી કરી બીજા ફ્લૅટના બેડરૂમમાંથી ઝંપલાવી તેને બચાવી લીધી હતી. એ પછી તે મહિલાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
ફાયર-બ્રિગેડના ઑફિસરો, જવાનોની ધીરજ અને ચપળતાની કસોટી કરતી આ ઘટના શનિવારે રાતે ૧૦ વાગ્યે બની હતી. એ મહિલાને કોઈએ બારીની બહાર છજ્જા પર જોતાં જ તેનો ઇરાદો પામી જઈ પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. તરત જ કાંદિવલી ફાયર-બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ફાયર-બ્રિગેડના ઑફિસર અમિત પડવળે એ ફ્લૅટની બાજુના ફ્લૅટમાં જઈ બારીમાંથી તેની સાથે વાતચીત ચાલુ કરી હતી. તેને જીવન ન ટૂંકાવવા જણાવ્યું હતું. એ પછી તે શા માટે આવું કરવા માગે છે એવો સવાલ કર્યો ત્યારે સતત રડી રહેલી એ મહિલાએ કહ્યું હતું કે તે એક પુરુષ સાથે રિલેશનશિપમાં હતી. તેણે તેની સાથે છુપાઈને એક મંદિરમાં લગ્ન પણ કર્યાં હતાં. એ પુરુષ તેની ફૅમિલીમાં પણ જૂઠું બોલ્યો હતો અને તેની ફૅમિલીએ મહિલાને તેની કાસ્ટને કારણે સ્વીકારવાની ના પાડી દીધી હતી. એથી તેની પાસે હવે જીવન ટૂંકાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેણે કહ્યું હતું કે તે તેના પાર્ટનરે તેને છેતરતાં તેની સામે ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પણ ગઈ હતી, પરંતુ પોલીસે તેને મદદ ન કરી. એથી અમિત પડવળે તેને કહ્યું કે તું મારા પર ભરોસો રાખ, હું તારા ભાઈ જેવો છું. હું પોલીસને બોલાવું છું, તું એમની સાથે વાત કર. એમ કહી અમિત પડવળે કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેને પણ બોલાવ્યા હતા. તેણે પણ તેની સાથે વાત કરી તેની ફરિયાદ લેવાશે, ઍક્શન લેશે એમ કહ્યું હતું.
ADVERTISEMENT
એ મહિલા નીચે ન ઝંપલાવે એ માટે જ્યારે તેની સાથે અમિત પડવળ વાત કરી રહ્યા હતા ત્યારે ફાયર-બ્રિગેડના બીજા ઑફિસર વિષ્ણુ મુંડેની ટીમ બીજી બાજુના ફ્લૅટના બેડરૂમમાં પહોંચી ગઈ હતી. તેમણે બધાં જ સેફ્ટી ગિયર અને દોરડા સાથે પૂરતી તૈયારી કરી હતી. અન્ય એક ટીમ મહિલાના ફ્લૅટની બહાર દરવાજા પાસે તૈયાર ઊભી હતી. એ પછી તક મળતાં મહિલાનું ધ્યાન બીજે દોરવામાં આવ્યું અને એ જ વખતે વિષ્ણુ મુંડેએ બાજુના બેડરૂમમાંથી દોરડું બાંધી મહિલાની બારી પર જમ્પ મારી મહિલાને ઝડપી લીધી હતી. એ જ વખતે તેના ફ્લૅટની બહાર ઊભેલી ટીમ પણ દરવાજો તોડી અંદર આવી ગઈ હતી અને બેડરૂમમાં જઈ બન્નેને પકડી લીધા હતા. આમ ફાયર-બ્રિગેડે બહુ જ ધીરજ, સાવચેતી અને બહાદુરી દાખવી એ મહિલાનો જીવ બચાવ્યો હતો.
શહેરી માણસોની કરણી છે આ

પવઈ લેકમાં તાજેતરમાં પ્લાસ્ટિકનો કચરો અને મૃત માછલી ફ્લોટ થતાં જોવા મળ્યાં હતાં. તસવીર : સતેજ શિંદે
જાયન્ટ હનુમાનજી માટે જાયન્ટ ગદા

રાજસ્થાનના બિકાનેરમાં બની રહેલી હનુમાનદાદાની ૮૪ ફુટ ઊંચી મૂર્તિ માટે ભક્તોએ અષ્ટધાતુની બનેલી ૨૧ ફુટ ઊંચી ગદા ભેટ આપી છે.
કાવડયાત્રીઓનાં અનોખાં રૂપ


ગઈ કાલે બિહારના પાટનગર પટનામાં કાવડયાત્રીઓ ૧૦૮ ફુટ લાંબું કાવડ લઈ જતા જોવા મળ્યા હતા. બીજી તરફ મેરઠમાં કાવડયાત્રીઓએ તેમના શિરે ક્યુટ મહાદેવને બેસાડ્યા હતા.


