Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લુડોની ગેમમાં દાવ લેવામાં અંચઈ કરી એમાં મામાએ ભાણેજને મારી નાખ્યો

લુડોની ગેમમાં દાવ લેવામાં અંચઈ કરી એમાં મામાએ ભાણેજને મારી નાખ્યો

Published : 14 May, 2026 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણની આંચકાજનક ઘટના : ભાણેજ કરતાં નાના મામાએ ઊંઘમાં જ તેનું ગળું કાપી નાખ્યું

ભાણેજની હત્યા પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.

ભાણેજની હત્યા પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.


કલ્યાણ-વેસ્ટના ઉંબર્ડે કોળીવલી વિસ્તારમાં રૉયલ ઢાબા પર કામ કરતા મામા-ભાણેજ વચ્ચે મોબાઇલ પર લુડો ગેમ રમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાનું પરિણામ હત્યામાં આવ્યું હતું. ૧૮ વર્ષનો ગોકુલ નેપાલી મામાને બદલે પોતે દાવ રમ્યો હતો જેનો રોષ રાખીને મંગળવારે મોડી રાતે ગોકુલ સૂતો હતો ત્યારે ભાણેજ કરતાં નાના મામાએ છરીથી તેનું ગળું કાપી દીધું હતું. આ મામલે ખડકપાડા પોલીસે મામાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મામા અને ભાણેજ એક જ ઢાબા પર કામ કરતા હતા. આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

ખડકપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અમરનાથ વાઘમોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે ગોકુલ ગાઢ નિદ્રામાં હતો ત્યારે ક્રોધે ભરાયેલા મામાએ રસોડામાંથી છરી લાવીને તેના ગળા પર વાર કર્યા હતા. હુમલા બાદ ઘણું લોહી વહી જવાને કારણે ગોકુલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આરોપી સગીર મામાને અમે તાબામાં લીધો છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ ગેમનો વિવાદ જ હત્યાનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK