Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેન-મૅનેજરોના હંગામાને કારણે CSMT પર લોકલ ટ્રેનો ખોરવાઈ

ટ્રેન-મૅનેજરોના હંગામાને કારણે CSMT પર લોકલ ટ્રેનો ખોરવાઈ

Published : 14 May, 2026 07:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે સેફ્ટી સર્ક્યુલર સામે વર્ક ટુ રૂલ આંદોલન શરૂ કર્યું, ૩ ટ્રેન પીક અવર્સમાં જ રદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટ્રેન-મૅનેજરોના આંદોલનને કારણે બુધવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર લોકલ ટ્રેનોની સર્વિસને અસર થઈ હતી. ટ્રેન-મૅનેજરોએ તાજેતરમાં જાહેર કરેલા રેલવે સેફ્ટી સર્ક્યુલર સામે વર્ક ટુ રૂલ વિરોધ શરૂ કર્યો હતો. એને કારણે ૩ લોકલ ટ્રેન રદ કરવામાં આવી હતી, જેને કારણે પીક અવર્સ દરમ્યાન મુસાફરોને અગવડ પડી હતી.

રેલવે-અધિકારીઓના જણાવ્યા અનુસાર સેફ્ટી સર્ક્યુલર રજૂ થયા પછી વિરોધ શરૂ થયો હતો. ટ્રેનના ગાર્ડ્સ જેમને ટ્રેન-મૅનેજર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની કાર્યપદ્ધતિમાં ફેરફાર સૂચવતા આ સર્ક્યુલરને કારણે વિવાદ થયો હતો.



વિરોધ-પ્રદર્શનના ભાગરૂપે CSMT પર કેટલાક ટ્રેન-મૅનેજરોએ સંચાલનના નિયમો અને પ્રક્રિયાઓનું કડક પાલન કરવાનું શરૂ કર્યું હતું, જેને કારણે લોકલ નેટવર્ક પર ટ્રેનો ધીમી પડી હતી.
રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિરોધ કરી રહેલા ટ્રેન-મૅનેજરો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેમની માગણી પૂરી કરવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રેન-વ્યવહાર ધીમે-ધીમે સામાન્ય બન્યો હતો.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK