Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સર્વરના ઇશ્યુને કારણે લોકો હેરાન-પરેશાન

પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સર્વરના ઇશ્યુને કારણે લોકો હેરાન-પરેશાન

13 January, 2023 11:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં મુંબઈની મોટા ભાગની પોસ્ટ-ઑફિસોમાં અનેક કામ અટકી ગયાં છે

દહિસર-ઈસ્ટમાં શૈલેન્દ્રનગરની પોસ્ટ-ઑફિસમાં સર્વરનો ઇશ્યુ હોવાથી કાઉન્ટર બંધ છે એવું બોર્ડ લગાડવામાં આવ્યું છે.

દહિસર-ઈસ્ટમાં શૈલેન્દ્રનગરની પોસ્ટ-ઑફિસમાં સર્વરનો ઇશ્યુ હોવાથી કાઉન્ટર બંધ છે એવું બોર્ડ લગાડવામાં આવ્યું છે.


પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સર્વરમાં ટેક્નિકલ ઇશ્યુ આવવાને કારણે પ્રૉબ્લેમ ઊભો થયો છે અને એને કારણે અનેક લોકોએ હાડમારી વેઠવી પડી રહી છે. હાલમાં મુંબઈની મોટા ભાગની પોસ્ટ-ઑફિસોમાં અનેક કામ અટકી ગયાં છે.

અનેક લોકો પોસ્ટ-ઑફિસમાં પોતાના કામ માટે જાય છે. એમાં સામાન્ય સર્વિસ જેમ કે ટપાલ અને અન્ય નાનાં-મોટાં કામ સિવાય પોસ્ટની અનેક સ્કીમનો સમાવેશ છે. એમાં રિકરિંગ, સેવિંગ, સુકન્યા - બાળકીઓ માટેની ડિપોઝિટ સ્કીમ, વૃદ્ધોના પેન્શન સહિતની અનેક સરકારી સહાય યોજનાઓનો સમાવેશ છે. હાલમાં એ કૅશ ટ્રાન્ઝૅક્શન્સનું મોટા ભાગનું કામ ઠપ થઈ ગયું છે અને લોકોને આવતી કાલે આવો એમ કહેવામાં આવે છે. છેલ્લા ચાર દિવસમાં અનેક લોકોએ આ રીતે ધક્કા ખાવા પડી રહ્યા છે. ઘણી પોસ્ટ-ઑફિસોમાં તો કાઉન્ટર પર બોર્ડ લગાડી દીધું છે કે ટેક્નિકલ ફૉલ્ટ હોવાથી કાઉન્ટર બંધ છે.



બાંદરામાં ગવર્નમેન્ટ કૉલોનીમાં આવેલી પોસ્ટ-ઑફિસના સ્ટાફે કહ્યું હતું કે ‘થોડું ઘણું કામ થાય છે. કુરિયરનું કામ થાય છે, પણ સર્વરનો ઇશ્યુ હોવાથી બીજાં ઘણાં કામ અટકી ગયાં છે. રોજ એમ કહેવાય છે કે એકાદ-બે દિવસમાં થઈ જશે, પણ એ ઇશ્યુ હજી સૉલ્વ થયો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK