ટ્રક બહાર નીકળતાં જ વાહનવ્યવહાર સામાન્ય બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. અકસ્માત થવાનું કારણ જાણવા માટે પોલીસ અધિકારીએ પૂછપરછ શરૂ કરી છે.
નેવીની ટ્રકને કોસ્ટલ રોડ ટનલમાં અકસ્માત નડ્યો
કોસ્ટલ રોડમાં સાઉથ તરફ જતી ટનલમાં ઇન્ડિયન નેવીની એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ટ્રક ટનલમાં પ્રવેશી રહી હતી એ જ સમયે ટક્કર લાગતાં નેવીની ટ્રકને સામાન્ય નુકસાન થયું હતું. ટક્કરને લીધે ટ્રકનો આગળનો કાચ તૂટી ગયો હતો, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. અકસ્માતને કારણે ટનલમાં થોડાક સમય માટે ટ્રાફિક અટવાઈ ગયો હતો. ટ્રક બહાર નીકળતાં જ વાહનવ્યવહાર સામાન્ય બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. અકસ્માત થવાનું કારણ જાણવા માટે પોલીસ અધિકારીએ પૂછપરછ શરૂ કરી છે.


