જૂન મહિનામાં પણ વરસાદ સામાન્યથી વધુ હશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું કે દેશમાં જૂન મહિનામાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે
પ્રતીકાત્મક તસવીર
હવામાન વિભાગે નવી આગાહી કરી છે કે મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર શરૂઆત છે, જૂન મહિનામાં એનાથી પણ વધારે વરસાદ પડશે. ચોમાસું દેશભરના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં આ વખતે ચોમાસાની સીઝન (જૂનથી સપ્ટેમ્બર)માં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે ૧૦૬ ટકા વરસાદ વરસી શકે છે. ગત મહિને આ અંદાજ ૧૦૫ ટકા જણાવાયો હતો.
જૂન મહિનામાં પણ વરસાદ સામાન્યથી વધુ હશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું કે દેશમાં જૂન મહિનામાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે જે ૧૦૮ ટકા હોઈ શકે છે એટલે આ દરમ્યાન ૮૭ સેન્ટિમીટરથી વધુ વરસાદનો અંદાજ છે. એને લૉન્ગ પિરિયડ ઍવરેજ એટલે કે LPA કહેવામાં આવે છે.


