અપક્ષ ચૂંટણી લડીને પણ વિશાલ પાટીલે સંજયકાકા પાટીલને ૧,૦૦,૦૫૩ મતના માર્જિનથી હરાવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રની સાંગલી લોકસભા બેઠક પર કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ વિશાલ પાટીલને ઉમેદવારી ન આપતાં તેઓ અહીં અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજય પાટીલને આ બેઠકમાં ત્રીજી વખત સંસદસભ્ય બનવા નથી દીધા. અપક્ષ ચૂંટણી લડીને પણ વિશાલ પાટીલે સંજયકાકા પાટીલને ૧,૦૦,૦૫૩ મતના માર્જિનથી હરાવ્યા છે, જ્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉમેદવાર ચંદ્રહાર પાટીલ ત્રીજા સ્થાને રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં અને હવે અહીંથી વિજયી થયા બાદ વિશાલ પાટીલે કૉન્ગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

