Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન ખાને નોટિસનો જવાબ આપવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ પૂરા પાડવાની માગણી કરી

ઇમરાન ખાને નોટિસનો જવાબ આપવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ પૂરા પાડવાની માગણી કરી

Published : 30 October, 2026 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે મારું કોઈ નિવેદન પણ નથી નોંધ્યું કે નથી કોઈ દસ્તાવેજો આપ્યા

મુંબઈમાં થયેલા આંદોલન વખતે ઇમરાન ખાનની અટક કરવામાં આવી એ વખતની તસવીર.

મુંબઈમાં થયેલા આંદોલન વખતે ઇમરાન ખાનની અટક કરવામાં આવી એ વખતની તસવીર.


અમેરિકન નાગરિક હોવા છતાં નિયમોની વિરુદ્ધ જઈને આંદોલનમાં ભાગ લેનારા બૉલીવુડના ઍક્ટર ઇમરાન ખાને મુંબઈ પોલીસે હજી સુધી તેનું નિવેદન નોંધ્યું ન હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત અમેરિકા પાછા મોકલવાની કાર્યવાહી કયા આધારે કરવામાં આવી એ વિશેના દસ્તાવેજો પણ પોતાને પૂરા પાડવામાં આવ્યા ન હોવાનું ઇમરાન ખાનનું કહેવું છે. 

ઇમરાન ખાને ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘પોલીસે જે દસ્તાવેજોના આધારે શો-કૉઝ નોટિસ મોકલીને મને ઓવરસીઝ ઇન્ડિયન સિટિઝનશિપ (OCI) રદ કરવાની માગણી કરી છે એનાથી સંબંધિત એક પણ દસ્તાવેજ મને મોકલવામાં આવ્યો નથી. મને ૧૭ ઑક્ટોબરે નોટિસ મોકલીને જવાબ આપવા માટે ફક્ત ૧૫ દિવસનો એટલે કે પહેલી નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.’ 



ઇમરાન ખાને માગણી કરી છે કે તેને બધા જ દસ્તાવેજો પૂરા પાડવામાં આવે જેથી તે એને ચકાસીને શો-કૉઝ નોટિસનો જવાબ આપી શકે. ઇમરાનનો દાવો છે કે FRROએ મુંબઈ પોલીસે રજૂ કરેલી નોટિસના આધારે OCI રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલો રિપોર્ટ અધૂરો છે અને એમાં તેનું નિવેદન જ નથી નોંધવામાં આવ્યું.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK